Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

હવે કોરોના વેકસીનમાં ગુજરાતી માટે રોજનો ૧૦-લાખનો ટારગેટ રાજકોટ માટે ૩૦ હજારઃ જો, કે ''પ્લાન'' અંગે કોઇ જાહેરાત નહી

મુખ્ય સચિવની કેબીનેટ વીસી યોજાઇઃ રાજકોટ શહેર-જીલ્લામાં તબકકાવાર તમામને આવરી લેવા આદેશો : કેસ ભલે સાવ ઓછા થયા હોય પરંતુ ટેસ્ટીંગ તો એટલુ જ ચાલુ રાખવાનું : રાજકોટમાં ર૧ ઔદ્યોગીક એકમો દ્વારા વેકસીન અંગે અરજી : સામાન્ય તાવ ધરાવતા લક્ષણો બાબતે પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા સૂચના ડેટા ચાલુ રાખવાઃ વિસ્તાર વાઇઝ સભા એનાલીસીસ કરતા રહેવું : કેસો વધે પછી તે વિસ્તારમાં ટેસ્ટીંગ વધમરો તેનો કોઇ અર્થ નહી સરે.. : વિદેશના વિદ્યાર્થીઓને પણ રાજકોટમાં વેકસીન અંગે મંજુરીઃ રાજકોટમાં કેન્યા સહિત આફ્રિકન દેશો અને અન્ય દેશોના કુલ ૭૦૦ થી ૮૦૦ ફોરેનના વિદ્યાર્થીઓ

રાજકોટ તા.૧૬ : આજે રાજયના મૂખ્ય સચિવની કેબીનેટ વીસી હતી, તેમાં દરેક કલેકટર- મ્યુ.કમીશ્નર -એડીશનલ કલેકટર, ડીડીઓને કોરોના -વેકસીન-ટેસ્ટીંગ-ડેટા એન્ટ્રી એનાલીસીસીસ સહિતની બાબતે સુચના અપાઇ હતી.

આ વીસીમાં રાજકોટ કલેકટર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વીસીમાં એવુ કહેવાયુ હતું કે થર્ડ વેબની તૈયારી થઇ રહી છે પરંતુ તે પહેલા એકાદ વીકમાં ગુજરાતમાં દરરોજ ૧૦ લાખને વેકસીન આપવાનો નવો ટારગેટ ફાઇનલ કરાયો છે, ગયા બુધવારે ૬ લાખનો ટારગેટ હતો તે વધારી હવે ૧૦ લાખ કરાયો છે, અને તે પ્રમાણ જોતા રાજકોટ શહેર-જીલ્લામાં એકાદ અઠવાડીયા બાદ હવે દરરોજ રપ થીર૦ હજારને કોરોના વેકસીન અપાશે.

જો, કે ગુજરાત ભરમાં ૧૦ લાખનો દરરોજનો ટારગેટ અપાયો પરંતુ આ કઇ રીતે શકય બનશે, તેનુ કોઇ પ્લાનીંગ કે તે અંગે કોઇ અંગેનું નામ મરી નથી પડાયું, પ્લાન અંે કોઇ જાહેરાત થઇ નથી તે આશ્ચાર્યની બાબત છે.

દરમિયાન આ કેબીનેટ વીસી બાદ એડી.કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેર-જીલ્લામાં આરોગ્ય તંત્ર વેકસીન અંગે ઝડપી અને ધડાધડ કાર્યવાહી કરી રહ્યું છે, રાજકોટના ર૧ ઇન્ડસ્ટ્રીયલ એસો.એ પણ, તેમના મજુરો માટે અરજી કરી છે, અને આપણે કાર્યવાહી શરૂ પણ કરી દિધી છે. ઓકસીજન અંગે તેમણે જણાવેલ કે ડીઆરડીઓ.ના પ૯ ઓકસીજન પ્લાન્ટ અને જીસીએસએઆરના પ૮ ઓકસીજન પ્લાન્ટ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થપાશે, એમાં રાજકોટને ડીઆરડીઓના ત્રણ તો જીસીના બે પ્લાંટન મળ્યા છે, જેમાંજીસીના બે પ૦૦-પ૦૦ લીટરના પ્લાન્ટ જીઆઇડીસીમાં આવી પણ ગયા છે.

તેમણે જણાવેલ કે વીસીમાં ટેસ્ટીંગ ઉપર પણ ભાર મુકાયો હતો, હાલ કોરોના કેસ હાલ ઓછા થયા છે. તેના કારણે ટેસ્ટીંગ ઓછા કરી નાખવા તેવુ ન વિચારવું, પરંતુ હાલ જે મોટી સંખ્યામાં સ્ટાફ સહિત તમામ વેપારીઓને આવરી લેવા મુખ્ય સચિવશ્રીએ આદેશો કર્યા હતા.

આ ઉપરાંત કોઇપણ વ્યકિતને સામાન્ય તાવના લક્ષણો દેખાય તો પણ તેમનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવી લેવાનો હવે જ ખાસ સજજ રહેવું જરૂરી છે. તેમજ ડેટા સંપુર્ણ પણે ચાલુ રાખવા, વિસ્તાર વાઇઝ એનાલીસીસીસ પણ ચાલુ રાખવા, અને જે વિસ્તારમાંથી ર થી ૪ કેસો કોરોનાના આવે, બાળકોમાં, દેખાયતો તુર્તજ આ વિસ્તારમાં ટેસ્ટીંગ વધારી દરેક અધીકારી-ડોકટરને એલર્ટ મોડની સુચના આપી દેવી, કોઇને પણ સંકાઆશ્ચર્યની લાભ ન આપવો, તેમ સુચના અપાઇ હતી.

કેબીનેટ વીસીમાં એવો પણ નિર્ણય લેવામાં હતો કે રાજકોટ સહિત ગુજરાતભરમાં વિદેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓને પણ પાસપોર્ટ-વીઝા તથા કોલેેજના ઓથોરાઇઝડ લેટર પર કોરોના વેકસીન શરૂ કરી દેવી આપણે રાજકોટમાં મારવાડી-આર.કે. કોલેજ સહિત વિવિધ કોલેજમાં થઇને કેન્યા અને અન્ય આફ્રિકન દેશ તથા અન્ય દેશના થઇને કુલ ૭૦૦ થી ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે, હવે તેમને કાલથી શહેર-જીલ્લાનું આરોગ્ય તંત્ર રસી આપવાનું શરૂ કરશે.

એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સ્ટેટ લેવલે લીકવીડ ઓકસીજનનું ઉત્પાદન કરતી રિલાયન્સ-જીએનએફસી, જીએસએફસી સહિત કંપનીઓને પોતાનું ઉત્પાદન વધારવા સુચના અપાઇ છે.

પ્રાઇવેટ હોસ્પીટલોમાં રસી અંગે તેમણે જણાવેલ કે રાજકોટમાં ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર એક હોસ્પીટલને મંજુરી અપાઇ છે., અન્યોને પણ તબકકાવાર અપાશે, જીલ્લામાં પણ પ્રાઇવેટ હોસ્પીટલોને મંજુરી આપવા અંગે પંચાયતના આરોગ્ય અધીકારીને કહેવાયું છે.

(3:17 pm IST)