Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જૂનિયર ઈજનેરથી હવે ડાયરેકટર ટેકનિકલઃ હેરીત કોઠારીની નિમણૂંકઃ કાલે વડોદરા ખાતે વિધીવત ચાર્જ સંભાળશે

રાજકોટ, તા. ૧૬ :. પીજીવીસીએલમાં ચીફ ઈજનેર તરીકે કામગીરી કર્યા બાદ અને રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ ૨૦૦ કિ.મી. કેબલ, ફીડરોનું ટીપીંગ બંધ કરાવવું, જંગલેશ્વરમાં પડાવ નાખી ટી એન્ડ ડી લોસ ૭૫ ટકામાંથી ૩૦ ટકા સુધી લઈ જનાર અને સ્કાડા કંટ્રોલ રૂમ માટે મહત્વની કામગીરી કર્યા બાદ નિવૃત થનાર શ્રી હેરીત કોઠારીની ગુજરાત સરકારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડમાં ડાયરેકટર ટેકનિકલ માટે ૩ વર્ષ માટે નિમણૂંક કરતા આવતીકાલે તેઓ પોતાનો ચાર્જ વડોદરા ખાતે વિધિવત સંભાળશે. શ્રી હેરીત કોઠારીનો ગઈકાલે ઓર્ડર આવતા હજારો વીજ કર્મચારીઓ અને અધિકારી ગણમાં ભારે હર્ષની લાગણી ફેલાય છે અને અભિનંદન વર્ષા વરસી રહી છે.

૧૯૮૪માં તેઓ જીઈબીમાં જોડાયા હતા અને છેલ્લે મુખ્ય ઈજનેર તરીકે તેઓ પ્રસંશનીય કામગીરી બજાવીને નિવૃત થયા હતા. પીજીવીસીએલમાં જુદા જુદા વિભાગોમાં મહત્વની અને સફળતમ કામગીરી કરી તેઓએ સફળતાના શિખરો સર કર્યા હતા. હવે સરકારે વીજ બોર્ડમાં ડાયરેકટર (ટેક.) તરીકે તેમની નિમણૂક કરી છે અને આવતીકાલે તેઓ પોતાનો ચાર્જ સંભાળશે.

(3:16 pm IST)