Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સરકારી વકીલ તરીકે સમીર ખીરાની ઉત્કર્ષ કામગીરી : એક હજાર જામીન અરજી રદ કરાવી

રાજકોટ,તા. ૧૬: રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ સમીરભાઇ ખીરાએ પોતાની ફરજ દરમ્યાન સેશન્સ કોર્ટમાં દાખલ થતી જામીન અરજીમાં ખુબ મહેનત અને ખંતપૂર્વક કામગીરી કરી એક હજારથી વધુ જામીન અરજીઓ રદ કરાવેલ છે.

ગુજરાત રાજ્યનો પ્રથમ કિસ્સો જોવા મળેલ છે. ખૂન, અપહરણ, બળાત્કાર, બાળ રક્ષણ ધારો, પ્રોહીબીશન, એન્ટી કરપ્શન, સ્પેશ્યલ કાયદા વિગેરેમાં થતી જામીન અરજીઓનો સરકાર તરફે નિર્ણય લેવડાવી આરોપીઓના જામીન રદ કરાવેલ છે.

ગુજરાત રાજ્યના કાયદા મંત્રી તથા મુખ્યમંત્રીશ્રીએ આ કામગીરીને અસંખ્ય વખત બિરદાવેલ છે. મદદનીશ સરકારી વકીલ સમીરભાઇ ખીરાએ અ એન્ટી કરપ્શનમાં તથા ખૂન, આઇ.પી.સી. ૩૦૭ વિગેરે ગુન્હાઓમાં ૧૦ વર્ષ તથા આજીવન કેદની સજાઓ અનેક કેસોમાં કરાવેલ છે. ઇન્ડીયન લો ઇન્સ્ટીટટ્યુટ તથા લંડન લો યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ સમીરભાઇ ખીરાએ ભાગ લઇ ઉત્કર્ષ કામગીરી કરેલ છે. કોવિડ-૧૯ની મહામારીમાં પણ છેલ્લા બે વર્ષમાં સતત ફરજ ઉપર હાજર રહી કામ કરેલ છે. રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ સમીરભાઇ ખીરાએ એક હજારથી વધુ જામીન અરજીઓ રદ કરાવેલ છે.

(3:12 pm IST)