Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટ્રાફિક વધતા... મુસાફરોના ધસારા સામે કાલથી રાજકોટ - નાથદ્વાર સ્લીપર કોચ તો દિવ માટે સાંજે એકસપ્રેસ બસ શરૂ કરાઇ

ડેપોની આવક વધી ૬ લાખે પહોંચી : ડિવીઝનની આવક ૩૨ લાખ વટાવી ગઇ : કોટડા - લોધીકા - જામનગર - મોરબી - સરધાર સહિતના ગ્રામ્ય રૂટો માટે પણ નવી બસો શરૂ કરાઇ

રાજકોટ તા. ૧૬ : કોરોનાના કેસો સાવ ઘટી જતા એસટીમાં ટ્રાફિક વધ્યો છે, મુસાફરોનો ભારે ધસારો થયો છે, તો વડી કચેરીએ આંતરરાજ્ય પરીવહનની છૂટ આવતા નવી તમામ બસો શરૂ કરાઇ છે.

એસટી અધિકારીઓના જણાવ્યા મુજબ કાલથી રાજકોટ - નાથદ્વારા સ્લીપર કોચ શરૂ થશે, આ બસ સાંજે ૪.૩૦ વાગ્યે ઉપડશે, તો દિવ માટે બસ એકસપ્રેસ ૭.૪૫ વાગ્યે કાલથી શરૂ થશે.

આ ઉપરાંત સંખ્યાબંધ ગ્રામ્ય રૂટો માટે પણ નવી બસો શરૂ કરાઇ છે. જેમાં કોટડાસાંગાણી માટે સવારે ૭ વાગ્યે, ૯.૧૫, ૧૧.૪૫, બપોરે ૪ વાગ્યે અને સાંજે ૬.૪૫ વાગ્યે ઉપડશે, લોધીકા ડાંગરવાળા બપોરે ૧ વાગ્યે ઉપડશે, સરધાર - હલેન્ડા સવારે ૭ વાગ્યે, પાડાસણ (વડાળી) માટે બપોરે ૧૨.૪૫ વાગ્યે, રામપર-સરપદડ સવારે ૭ વાગ્યે તો આમરણ માટે સવારે ૭.૩૦, ૯ અને બપોરે ૨.૩૦ વાગ્યે બસો મળશે. આ ઉપરાંત જામનગર માટે વધુ ૬ નવી બસ તો મોરબી માટે ૪ નવી એકસ્ટ્રા બસો શરૂ કરાયાનું અધિકારીઓએ ઉમેર્યું હતું. ટ્રાફિક વધતા એસટીની આવકમાં પણ ભારે વધારો થયો છે, રાજકોટ ડેપોની આવક ૬ લાખે તો રાજકોટ એસટી ડિવીઝનની આવક ૩૨ લાખે પહોંચી ગઇ છે.

(11:37 am IST)