Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સીંગતેલમાં પુનઃ ૧૦ રૂ.નો ઉછાળો

રાજકોટ તા. ૧૬ : ખાદ્યતેલોમાં ભાવો ઘટયા બાદ આજે સીંગતેલના ભાવમાં ફરી ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો. સ્થાનીક બજારમાં સીંગતેલમાં નીચા મથાળે લેવાલી નીકળતા સીંગતેલમાં ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો.સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ૧૪ર૦ થી ૧૪૩૦ રૂ. હતા તેવધીને આજે બપોરે ૧૪૩૦ થી ૧૪૪૦ રૂ. ભાવ બોલાયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ર૪૩૦ થી ર૪૭૦ રૂ. હતા. તે વધીને ર૪૪૦ થી ર૪૮૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.બપોર સુધીમાં અન્ય ખાદ્યતેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

(3:07 pm IST)