Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજકોટ ટ્રાફિક પીએસઆઇ તેમજ વોર્ડન દારૂ સાથે ઝબ્બે

રાજકોટ બી ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો :બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર : બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી થવા માટેની સંભાવના

અમદાવાદ,તા.૧૬ :  રાજકોટ ટ્રાફિક પીએસઆઇ અને વોર્ડન દારૂની બોટલ સાથે આજે પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, હવે દારૂની બોટલ સાથે રંગેહાથ ઝડપાયેલા બંને  પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીના પગલા લેવાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે. રાજકોટ પોલીસના ટ્રાફિક પીએસઆઇ એ.બી.મકવાણા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે દારૂની બોટલ સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા, તેમની સાથે વોર્ડન પણ ઝડપાઇ ગયા હતા. ટ્રાફક પીએસઆઇ ખુદ દારૂની બોટલો સાથે રંગેહાથ ઝડપાતાં રાજકોટના પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર મામલે રાજકોટ શહેરના બી ડિવીઝન પોલીસે ટ્રાફિક પીએસઆઇ એ.બી.મકવાણા અને વોર્ડન વિરૂદ્ધ જરૂરી ગુનો દાખલ કરી ક્રેટા કાર કબ્જે કરી હતી. બંને પોલીસ કર્મચારીઓ દારૂ સાથે ઝડપાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો, તો હવે તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહીની શકયતાઓ પણ બળવત્તર બની છે.

(8:13 pm IST)