Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ચારિત્ર નિષ્ઠા, સરલતા ,પાપભીરૂતા લતાબાઈ મહાસતીજી ના રૉમ રૉમ મા વણાયૅલા હતા. તૅમની વિદાય થી ગોંડલ સંપ્રદાય અનૅ પ્રાણ - રતિ ગિરિ ગુરુ પરિવાર નૅ ન પૂરી શકાય તૅવી ખૉટ પડી છૅ : પૂ.પારસમુની

ગોંડલ : ગોંડલ સંપ્રદાયના પ્રાણ - રતિ ગુરુ પરિવાર ના ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મ.સા ના આજ્ઞાનુવર્તી પૂ. લતાબાઈ મહાસતીજી આજ રોજ તા. 16/6/19 સવારે 8:30 કલાકે સંથારાવ્રત ની આરાધના સહિત મુંબઈ મુકામે કાળધર્મ પામેલ છે . પૂ. લતાબાઈ મહાસતીજી નો જન્મ વિરપુર ( ધારી ) માં રત્નકુક્ષીણી માતા હેમકુંવરબેન અને પૂણ્યશાળી પિતા નાગરદાસભાઈ મકાણી ના આંગણે 88 વર્ષ પૂર્વે થયો હતો. ચાર ભાઈ ને ચાર બેનો માં પૂ. લતાબાઈ મહાસતીજી વડિલ હતા. પૂ. અમૃતબાઈ મ.સ ની અમૃત વરસતી વાણી એ તેમના માં વૈરાગ્ય નું બીજારોપણ કર્યું અને અમૃત ના સિંચન થી જાણે લતાબેન અમરત ના માર્ગે પ્રયાણ કર્યું . ધારી માં ફાગણ વદ આઠમ ઈ.સ. 1961 માં દીક્ષા અંગીકાર કરી. ગુરુણીમૈયા પૂ. અમૃતબાઈ મ.સ એ ' કરેમિભંતે ' મંત્ર પ્રદાન કરેલ. જીવન પૂ. અમૃતબાઈ મ.સ ના ચરણો માં સમર્પિત કર્યું . પૂ. પ્રીતિસુધાબાઈ મ.સ પૂ. રોશનીબાઈ મ.સ પૂ. ભવ્યાનીબાઈ મ.સ એમ ત્રણ શિષ્યાઓ નો પરિવાર , 60 વર્ષ નો દીક્ષા પર્યાય , 88 વર્ષ નું આયુષ્ય ભોગવી સંથારા ની આરાધના સાથે પૂ. મહાસતીજી નો આત્મા ઔદારિક દેહ ને છોડી આજ તા. 16/6/19 સવારે 8:30 કલાકે દિવ્યલોક ગામી બની ગયા. પૂ. મહાસતીજી નું અંતિમ ચાતુર્માસ વિક્રોલી સંઘ માં થયું હતું અને અંતિમ આયંબિલ ઓળી સદ્ ગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા સંગાથે રાજાવાડી શ્રી સંઘ ઘાટકોપર ને લાભ આપેલ. રાજાવાડી શ્રી સંઘ તથા હિંગવાલા શ્રી સંઘે પૂ. મહાસતીજી ની અગ્લાન ભાવે વૈયાવચ્ચ કરેલ. જે સદાય અનુમોદનીય અને અભિનંદનીય રહેશે . પૂ. મહાસતીજી નું આગામી ચાતુર્માસ  મામલતદાર વાડી - મલાડ શ્રી સંઘ માં નક્કી થયેલ.

પાલખી યાત્રા

પૂ. મહાસતીજી ની પાલખી યાત્રા આજે સાંજે 5 કલાકે શ્રી મામલતદાર વાડી સ્થા. જૈન સંઘ મલાડ થી નીકળશે. ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ ગોંડલ તથા ગોંડલ સંપ્રદાય વતી પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોઠારી તથા શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ , સી.એમ. પૌષધશાળા વતી ચંદ્રકાંતભાઈ શેઠે જણાવેલ કે પૂ. લતાબાઈ મ.સ ની વિદાય થી ગોંડલ સંપ્રદાયને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂ. મહાસતીજી નો આત્મા શીઘ્ર તેમની અધૂરી સાધના પૂર્ણ કરી પરમ સ્વરૂપ માં લીન બને...

ગુણાનુવાદ સભા

શાસ્ત્રદિવાકર પૂ. મનોહરમુનિ મ.સા તથા પૂ. પ્રીતિસુધાબાઈ મ.સ આદિ સતી વૃંદ ના સાંનિધ્ય માં તા. 17/6/19 ના મામલતદાર વાડી જૈન સંઘ મલાડ મુંબઇ માં, ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા ના સાનિધ્યે એવંમ જશ ઉત્તમ પ્રાણ અને સંઘાણી , અજરામર સંપ્રદાયના સતીવૃંદ ની ઉપસ્થિતિ માં તા. 17/6/19 સોમવારે સવારે 9:15 કલાકે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘ , સી. એમ. પૌષધશાળા રાજકોટ સદ્ ગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. તથા પૂ. હસ્મિતાબાઈ મ.સ આદિ સતીવૃંદ ના સાનિધ્યમાં ધારી માં તા. ૧૯/૬/૧૯ ના રાખેલ છે. પૂ. લતાબાઈ મ.સ ની દીક્ષા ધારી માં થયેલ.

(3:36 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં મોટો વિજદર વધારો આવી રહ્યો છે: ઉત્તર પ્રદેશ પાવર યુટીલિટીએ ઇલેક્ટ્રીસિટીના દરોમાં ૨૫ ટકા જેવો જંગી વધારો ઝીંકવા ભલામણ કરી છે. access_time 5:51 pm IST

  • .જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ : હોસ્પિટલની છત પરથી આત્મહત્યાનો કર્યો પ્રયાસ :હોસ્પિટલના એમ,જે,સોલંકીના સ્ટાફનું ધ્યાન જતા બચાવી લીધી :છોકરી આત્મહત્યા કેમ કરતી હતી ?: કારણ અકબંધ access_time 7:34 pm IST

  • મોરબીમાં બિલ્ડરની ઓફિસમાં ધુસીને આઠ લાખની લૂંટ કરનાર ચાર આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા access_time 12:17 am IST