Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

છેડતીની વાત કરીશ તો તારા ભાઇને ફોર વ્હીલ નીચે કચડી નાખીશ

પડધરીના નાના ખીજડીયા દલીત યુવતીની છેડતી કરી ધમકી આપી હડધુત કરનાર ૩ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૧૬ :.. પડધરીના નાના ખીજડીયા ગામે દલીત યુવતીની છેડતી કરી તેના ભાઇને ફોર વ્હીલ નીચે કચડી નાખવાની ધમકી આપનાર યુવાન અને હડધુત કરી મદદગારી કરનાર અન્ય બે શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ  પડધરીના નાના ખીજડીયા ગામે રહેતી દલીત યુવતીના પિતાએ આરોપી નિલેશ મનજીભાઇ, મનજી પ્રાગજીભાઇ તથા પુરૂષોતમ પ્રાગજીભાઇ રે. નાના ખીજડીયા સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીમાં જણાવ્યા મુજબ ફરીયાદીની દિકરીની આરોપી નિલેશે છેડતી કરી હતી અને આ વાત કોઇને કરીશ તો તારા ભાઇને ફોર વ્હીલ નીચે કચડી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરીયાદી તથા સાહેદ ખીમજીભાઇ આરોી મનજીભાઇની વાડીએ વાત કરતા જતા મનજીભાઇ તથા પુરૂષોતમભાઇએ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કર્યા હતાં. આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે છેડતી તથા એટ્રોસીટી એકટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (પ-ર૦)

(4:31 pm IST)