Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રૂ.૨૩ લાખના ચેકરિટને કેસમાં ૪૬ લાખનો દંડ ફટાકારતી કોર્ટેઃ ફરિયાદીને વળતર ચુકવવા હુકમ

આરોપીને થયેલી સજા અપીલ કોર્ટે માન્ય રાખી વોરંટ બજાવતા આરોપી જેલહવાલે

રાજકોટ, તા.૧૬: રૂ. ત્રેવીસ લાખનાં ચેક રીટર્ન નાં કેસમાં રૂપીયા છેતાલીસ લાખર્નો દંડ એડી. ડીસ્ટ્રીકટ કોર્ટે ફટકારી ફરીયાદની રિવીઝન અરજી મંજુર કરી ફરીયાદને ૮%નાં વળતરનો ચુકાવવોનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદ જતીન જગદીશભાઇ ધામેલીયા, રહે. ૪૦૨-વ્રજ કોમ્પ્લક્ષ, ઉપાસના પાર્ક, નાનામવા રોડ, રહે. રાજકોટ એ, વિરૂધ્ધ રમેશભાઇ કાનજીભાઇ કપુરીયા રહે. રાજકોટ, વાળા, એ વર્ષ ૨૦૧૨માં જમીન ખરીદી કરવા અન્વયે રૂ. ૨૩,૦૦,૦૦૦/- અંકે રકમ રૂપીયા ત્રેવીસ લાખ પુરા આપેલ હતા. બાદમાં જાણવા મળેલ કે આરોપી રમેશભાઇ કાનજીભાઇ કપુરીયા એ જમીન સરકારી ખરાબાની જમીન બારોબાર ફરીયાદને અંધારામાં રાખીને વેંચી નાંખેલ. જે અંગેની જાણ જતીનજગદીશભાઇ ધામેલીયાને થતાં ફરીયાદી, એ રમેશભાઇ કાનજીભાઇ કપુરીયા, જમીનનાં સોદા અન્વયે આપેલ રકમ પરત માંગતા રમેશભાઇ કાનજીભાઇ કપુરીયાએ, તા.૨૮/૦૯/૨૦૧૨નાં રોજનો રાજકોટ પીપલ્સ કો. ઓપરેટીવ બેંક લી. નો ચેક કે જે ચેક જતીનભાઇએ, તા.૨૮/૦૯/૨૦૧૨નાં રોજ તેમની બેંકમાં વસુલાત અર્થે જમા કરવા આપતાં સદરહુ ચેક વગર વસુલ થયે, પરત ફરેલ હતો.ઙ્ગ

સદરહુ કેઇસમાં આરોપી રમેશભાઇ કપેરીયા સામે કરેલ ફરીયાદમાં ફરીયાદીનો પુરાવો લેવામાં આવેલ અને ત્યારબાદ ફરીયાદીનાં એડવોકેટ શ્રી અભિષેક એન. શુકલ દ્વારા દલીલો કરવામાં આવેલ, ત્યારબાદ રાજકોટના પાંચમાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે તા.૦૮/૦૮/૨૦૧૭, ના રોજ આખરી હુકમ કરી એવું ઠરાવેલ કે આરોપી રમેશભાઇ કે. કપુરીયાએ ફરીયાદીની ફરીયાદીની કાયદેસરની લેણી નિકળતી રકમ પેટે ચેક આપેલ અને આરોપી રમેશભાઇ કે. કપુરીયાએઅ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ- ૧૩૮ મુજબના શિક્ષાપત્ર ગુનાના કામે તકસીરવાન ઠરાવવામાં આવે છે. અને આરોપી રમેશભાઇ કે. કપુરીયાએને એક વર્ષની સજા તથા રૂ.૧૦,૦૦,૦૦૦/- દંડ કરવાની સજા કરવામાં આવે છે. જો આરોપી દંડ ભરવામાં કસુર થયે અન્ય ૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ.

આ કામમાં આરોપી રમેશભાઇ કે. કપુરીયા, કોર્ટેનાં હુકમથી નારાજ થઇ રાજકોટનાં એડી. સેસન્ચ જજની કોર્ટેમાં અપીલ દાખલ કરેલ, અને આ અપીલમૉથી ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટનીકલમ-૧૩૮ હેઠળની ગુનામાંથી નિદોષ મુકત થવા, એક વર્ષની સાદી કેદની સજા માંથી મુકિત, તથા રૂ. ૧૦,૦૦,૦૦૦-૦૦ દંડની સામે અપીલ દાખલ કરેલ. જે અપીલ કોર્ટે રદ કરેલ હતી.

જે અન્વયે રાજકોટનાં મહેરબાન એડી. સેસન્સ જજની કોર્ટેમાં આરોપીએ દાખલ કરેલ ફોજદારી અપીલ નં. ૧૭૪/૨૦૧૭માં તથા મુળ ફરીયાદીએ દાખલ કરેલ ફોજદારી રિવીઝન નં. ૯૮/૨૦૧૭નીચેની કોર્ટે દ્વારા કરવામાં આવેલ હુકમ તથા સમગ્ર કેઇસનાં મેરીટસ જોઇ તથા નીચેની કોર્ટ ધ્યાનમાં લેવામાં આવેલ પુરાવાઓની યોગ્ય ચકાસણી કરી, તેમજ વકીલ શ્રી. અભિષેક એન. શુકલની દલીલો તથા સમગ્ર કેઇસનાં મેરીટસ જોઇ તથા નીચેની કોર્ટ ધ્યાનમાં  લેવામાં આવેલ પુરાવાઓની યોગ્ય ચકાસણી કરી, તેમજ વકીલ શ્રી. અભિષેક એન.શુકલની દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઇ, રાજકોટનાં એડી. સેસન્સ જજ ની કોર્ટમાં આરોપી એ દાખલ કરેલ ફોજદારી અપીલ નં. ૧૭૪/૨૦૧૭તથામાં મુળ ફરીયાદીએ એ દાખલ કરેલ ફોજદારી રિવીઝન નં. ૯૮/૨૦૧૭માં રાજકોટનાં એડી. સેસન્સ જજે આપેલ જજમેન્ટમાં અપીલનાં એપલેન્ટની અપીલ રદબાદલ કરી મુળ ફરીયાદીએ દાખલ કરેલ રિવીઝનમાં આરોપીને ચેક રકમ રૂ. ૨૩,૦૦,૦૦૦થી બમણી રકમ (૪૬,૦૦,૦૦૦)નો દંડ કરી સજા કાયમ રાખી તથા ફરીયાદીને વર્ષ ૨૦૧૨ થી ૮% વળતર અપાવવાનો હુકમ કરવામાં આવેલ હતો.

સેશન્સ કોર્ટનાં હુકમ કરતા સમયે આરોપી રમેશભાઇ કાનજીભાઇ કપુરીયા હાજર રહેલા નહી જેથી ફરીયાદીનાં વકીલ શ્રી. અભિષેક એન. શુકલ દ્વારા આરોપી તથા આરોપીએ આપેલ જામીન ઉપર(N.B.W) વોરંટ ઇશ્યું કરવાની અરજી કરેલ, ત્યારબાદ આરોપી રમેશ કાનજી કપુરીયા પોલીસ દ્વારા ધરપકડ કરી નીચેની કોર્ટમાં રજુ કરેલ અને નીચેની કોર્ટ આરોપીને સજાનું વોરંટ ભરી આપી એક વર્ષ સજા ભોગવવા માટે જેલ હવાલે કરેલ છે.

આ રીતે ફરીયાદી જતીનભાઇ જે ધામેલીયા વતિ રાજકોટના એડવોકેટ શ્રી. નલીનભાઇ કે. શુકલ, અભિષેક એન. શુકલ, જય એન. શુકલ, રાજેશ કે. દલ, ધર્મેશ કે. દવે, ભરતભાઇ ટી. ઉપાધ્યાય, અજયભાઇ કે. પરમાર, સંદીપભાઇ ડી. મોઢા રોકાયેલ હતા.(૨૨.૧૩ૅ)

(4:24 pm IST)