Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જો તુમ કો હો પસંદ... કાલે જૂના ગીતોના ચાહકો માટે આનંદોત્સવ

બીપીન ચિકાણીના જન્મદિન - સર્વિસ નિવૃત પ્રસંગે શ્રેષ્ઠ જલ્વોઃ તુષાર ગોસાઈના સંગીત સંચાલનમાં વૈભવ વશિષ્ઠ, દેવાંગ દવે, મુખ્તાર શાહ, સોનલ ગઢવી ગીતો પીરસશે

રાજકોટ : છેલ્લા ત્રણ દાયકાથી સંગીતના ચાહકોમાં બીપીન ચીકાણીનું યોગદાન, નોલેજ, ગીતોનું સિલેકશન બેનમૂન રહ્યુ છે. જૂના ગીતો - કલાકારો  વગેરેમાં તેમની માસ્ટરી છે. દર વર્ષે તેમના યોજાતા સંગીત કાર્યક્રમોની સંગીતના ચાહકો રાહ જોતા હોય છે. બેંકમાં સર્વિસ તરીકે કાર્યરતની સાથે જૂના ગીત - સંગીતનો હરતો - ફરતો એન્સ્થાકલોપીડીયા બીપીન ચીકાણી છે. ૧૭મીએ રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે તેમના જન્મદિવસ તથા બેંક સર્વિસમાંથી નિવૃતના પ્રસંગે સંગીતમય બનાવવાનો શ્રેષ્ઠ આયોજન છે, જે સંગીત ચાહકોને વર્ષો સુધી યાદ રહેશે.

હેમુ ગઢવી હોલ ખાતે રવિવારે ૧૭મીએ રાત્રે ૯:૩૦ કલાકે બીપીન ચીકાણી આયોજીત ''જો તુમ કો હો પસંદ'' શિર્ષક તળે જૂના શ્રેષ્ઠ ગીતોની મ્યુઝીકલ નાઈટ યોજવામાં આવેલ છે. જેમાં રફી, કિશોર, મુકેશ, લતા, આશાના સદાબહાર ગીતો રજૂ થશે.

બરખારાની, મહોબ્બત જીંદા રહેતી હૈ, ઈસ દુનિયા મેં જીના હે તો, રૂક જાના ઓ જાના હમસે, જીંદગી ઈત્ફાક હે જેવા સુંદર ગીતોના શુભારંભ સાથે સતત ત્રણ કલાક અવિસ્મરણીય ગીતો જૂના ગીતોના ચાહકોના દિલ ડોલાવશે. સ્ક્રીપ્ટ તથા શ્રેષ્ઠ આયોજનમાં સંગીત સંચાલન તુષાર ગોસાઈનું છે. કલાકારોમાં વૈભવ વશિષ્ઠ (રફી) દેવાંગ દવે (કિશોર), મુખ્તાર શાહ (મુકેશ), સોનલ ગઢવી (લતા - આશા) તથા એન્કર ગાર્ગી નિમ્બાર્ક છે.

આયોજનમાં સાગર ચીકાણી, સંજય સોરઠીયા (ફોરચ્યુન ટાયર), જયેશ ઓઝા (સૂર સરીતા ઈવેન્ટ), દિનેશ વિરાણી (ઉત્સવ ગ્રુપ), હરેશ ભટ્ટ (એસબીઆઈ બેંક ઓફીસર), સુરસાનિધ્ય ઈવેન્ટ્સ - આર.ડી. ઠક્કર સહિતના જૂના ગીતોના ચાહકો - મહાનુભાવોનો - અગ્રણીઓનો  સહયોગ પ્રાપ્ત થયો છે.

બીપીન ચીકાણી (મો.૯૮૨૪૨ ૧૦૩૯૩) છેલ્લા ચાર દાયકાથી સંગીત પરત્વે વિવિધ આયોજન સંભાળી રહ્યા છે.

રસ ધરાવતા પોતાની પ્રવેશ ટીકીટ હેમુગઢવી હોલના બુકીંગ વિન્ડો પરથી અથવા વિશેષ માહિતી માટે જયેશ ઓઝા (૯૪૨૯૦ ૪૫૨૧૪) ઉપર સંપર્ક સાધવો.(૩૭.૧૧)

(4:22 pm IST)