Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ધનંજય શર્માને ક્રાઇમ બ્રાંચે ચોરાઉ વાહન સાથે પકડ્યો

અગાઉ છ વાહનની ચોરીમાં પકડાયો'તો

રાજકોટઃ મુળ બિહારના હાલ ભોજલરામ સોસાયટી-૨માં ભરવાડના મકાનમાં ભાડેથી રહેતાં ધનંજય નિરંજનભાઇ શર્મા (ઉ.૩૨)ને ચોરાઉ વાહન સાથે પકડી લેવાયો છે. ૩૫ હજારનું આ વાહન માલવીયાનગર પોલીસની હદમાંથી તેણે ચોર્યુ હતું. પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર, પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પુષ્પરાજસિંહ અને યુવરાજસિંહની બાતમી પરથી ગુનો ડિટેકટ થયો હતો. પાંચ માસ પહેલા જ આ શખ્સને ક્રાઇમ બ્રાંચે છ વાહનની ચોરીમાં પકડ્યો હતો. (૧૪.૮)

(4:21 pm IST)