Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રાજકોટ નાગરિક બેન્ક યોજીત નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું સમાપન : તાલીમાર્થીને સર્ટીફીકેટ વિતરણ

સતત ૨૩ મો તાલીમ કેમ્પ યોજી નાગરીક બેન્કે સિમાચિન્હરૂપ કાર્ય કરી બતાવ્યુ : સીએ ગીરીશભાઇ દેવળીયા

રાજકોટ : સામાજીક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા વેકેશનમાં આયોજીત ૨૩ માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં દરેક તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સી.એ. ગીરીશભાઇ દેવળીયાએ જણાવેલ કે સતત ૨૩ વર્ષથી નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું આયોજન એ સહુ માટે સિમાચિન્હરૂપ છે. આવા કેમ્પની નાના બાળકોનો રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધે છે. કેમ્પમાં સેેવા આપનાર ડીરેકટરો, કર્મચારીગણ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જીમ્મીભાઇ દક્ષીણી (પ્રોજેકટ ડીરેકટર), સુનિલભાઇ રાઠોડ (ડીરેકટર), હરકિશનભાઇ ભટ્ટ (બોર્ડ એડવાઇઝર), લલિતભાઇ (કાળુમામા) વડેરીયા (કન્વીનર રૈયા રોડ શાખા વિકાસ સમિતિ), પ્રશાંતભાઇ વાણી (રૈયા રોડ શા.વિ.સ.), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), નંદીતાબેન અઢીયા (મહિલા ક્રિકેટ કોચ), હરીશભાઇ શાહ, કિરીટભાઇ કાનાબાર (વહીવટી ઇન્ચાર્જ), ઉમેદભાઇ જાની, નિલેશભાઇ શાહ (સંયોજક), નયનભાઇ ટાંક, બિતેશભાઇ ટાંક, રાજુભાઇ બામટા, દિલીપભાઇ જાદવ, ઇમ્તીયાઝભાઇ ખોખર, ભરતભાઇ કુંવરીયા, પ્રદિપસિંહ જાડેજા (કોચ), રાહુલભાઇ માંકડ વાલીગણ ઉપસ્થિત રહેલ. સમગ્ર કેમ્પને સફળ બનાવવા બોર્ડ ઓફ ડીરેકટર ઉપરાંત મુંગલપરા (સ્ટાફ રીલેશન અધિકારી), મનસુખભાઇ ગજેરા, જયંતભાઇ રાવલ, ગુણવંતભાઇ ભટ્ટ, અલ્પેશભાઇ જોબનપુત્રા, ઝરીયાભાઇ, પ્રદિપભાઇ સરવૈયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન કિરીટભાઇ કાનાબારે કરેલ હતુ. (૧૬.૬)

(4:09 pm IST)