Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ત્રિલોક પાર્ક કવાર્ટરમાં જૂગાર રમતાં ૩ પકડાયા

રાજકોટ તા. ૧૬: ક્રાઇમ બ્રાંચે ત્રિલોક પાર્ક સરકારી આવાસ યોજના કવાર્ટ બ્લોક નં. ૧૪ પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જૂગાર રમી રહેલા સલિમ યુસુફભાઇ બ્લોચ, મેહુલ અનિલભાઇ પુજારા અને ચંદુ જગુમલભાઇ સતીજાને રૂ. ૮૦૧૦ની રોકડ તથા ગંજીપાના સાથે પકડી લીધા હતાં. હેડકોન્સ. સામતભાઇ ગઢવી, હીતુભા ઝાલા સહિતે દરોડો પાડ્યો હતો.

(12:52 pm IST)