Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જસીના ઘરમાંથી ૨૩ બોટલ દારૂ કબ્જેઃ ધર્મેશ અને રહેમાન વરલી રમતાં પકડાયા

થોરાળા પોલીસના ભાવનગર રોડ અને દૂધની ડેરી પાસે દારૂ-જૂગારના ત્રણ દરોડા

રાજકોટ તા. ૧૬: થોરાળા પોલીસે વિદેશી દારૂ સાથે એક મહિલાને અને વરલીનો જૂગાર રમાડતાં બે શખ્સને પકડી લીધા હતાં. આ બંને પાસેથી ૧૯૪૫૦ની રોકડ કબ્જે લીધી છે.

પોલીસે ભાનગર રોડ પર રહેતી જસીબેન મનોજ કોળીના ઘરમાં દરોડો પાડતાંરૂ. ૬૯૦૦નો ૨૩ બોટલ દારૂ મળતાં કાર્યવાહી કરી હતી.

વરલીના દરોડા

આ ઉપરાંત પોલીસે આજીડેમ ચોકડી પાસે માનસરોવર સોસાયટી પાસે સુંદરમ્ પાર્ક-૨માં રહેતાં ધર્મેશ જનકભાઇ ઠક્કર (ઉ.૩૨)ને દૂધ સાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે વરલીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૫૩૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેની પુછતાછમાં તે દૂધની ડેરી પાસે લાખાજીરાજ સોસાયટી-૩માં રહેતાં રહેમાન ઉર્ફ બોદુ ઇકબાલભાઇ મલેક (ઉ.૩૭) પાસે કપાત કરાવતો હોવાનું કબુલતાં તેને પણપકડી લઇ વરલીનું સાહિત્ય તથા રૂ. ૧૭૨૯૦ની રોકડ કબ્જે કરી હતી.

પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ પીએસઆઇ આર. એમ. કોટવાલ, એએસઆઇ ડી. કે. ડાંગર, હેડકોન્સ. મુકેશભાઇ રબારી, કોન્સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, રોહિતભાઇ કછોટ, વિજય મેતા, ધર્મેન્દ્રસિંહ, નરસંગભાઇ સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી કરી હતી. જુગારની બાતમી કોન્સ. વિજયભાઇ, રોહિતભાઇ અને ધર્મેન્દ્રસિંહને તથા દારૂની બાતમી નિશાંતભાઇ અને મહેશભાઇને મળી હતી. તસ્વીરમાં કબ્જે થયેલો દારૂ, વરલી રમતાં પકડાયેલા બંને શખ્સ અને થોરાળાની ટીમ જોઇ શકાય છે.

(12:52 pm IST)