Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

માધાપરની ભાનુ ભરવાડ વાગુદળમાં માવતરના ઘરે દાઝી ગઇઃ ગંભીર

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર માધાપરમાં સાસરૂ ધરાવતી ભાનુ રવિભાઇ ગમારા (ઉ. ૨૦) નામની ભરવાડ પરિણીતા લોધીકાના વાગુદળ ગામે તેના પિતા હેમતભાઇ દેવાભાઇ ગોહેલના ઘરે ગત સાંજે ચારેક વાગ્યે ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

ભાનુના પતિ રવિને ચાનો ધંધો છે. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. કેટલાક સમયથી તે માવતરને ત્યાં રહે છે. ચા બનાવતી હતી ત્યારે સ્ટવ ફાટતાં ભડકો થવાથી દાઝી ગયાનું તેના માવતર પક્ષે પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. લોધીકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)