Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ચુનારાવાડના ૧૮ વર્ષના યુવાન સંજયનું આંચકી ઉપડ્યા બાદ મોત

રાજકોટ તા. ૧૬: ચુનારાવાડ શેરી નં. ૩માં રહેતો સંજય ભરતભાઇ સાબડ (ઉ.૧૮) ઘરે બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના ઇએમટીએ તેને મૃત જાહેર કરતાં થોરાળાના એએસઆઇ બી. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. સંજયને તાણ આંચકીની બિમારી હતી. તેના કારણે બેભાન થઇ ગયાનું જણાવાયું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:51 pm IST)
  • જમ્મુ-કાશ્મીરઃ ઇદની નમાઝ બાદ શ્રીનગરમાં પત્થરમારોઃ આઇએસઆઇએસ અને પાકિસ્તાનના ઝંડા દેખાડાયા access_time 11:27 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધનમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ : હવે રાજ્યના નવા બજેટને લઈને બન્ને પક્ષો થયા સામસામે : કોંગ્રેસ પુરક બજેટ લાવવા માટે આગ્રહ કરે છે જ્યારે જેડીએસ નવાજ બજેટની જરૂર હોવાની વાત પર અડી access_time 12:42 am IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST