Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વોર્ડ નં. ૧૭માં સુચિત સોસાયટી રેગ્‍યુલરાઇઝ કરવાનો ધમધમાટ

ફોર્મ વિતરણનો પ્રારંભ : ગોવિંદભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ તથા વિનુભાઇ ધવાની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૧૬ : વોર્ડનં.૧૭માં આવેલ સૂચિત સોસાયટીઓ રેગ્‍યુલર કરવા માટેના ફોર્મ વિતરણનો કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા રાજકોટ શહેર કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું.
આ પ્રસંગેᅠવોર્ડનં.૧૭ᅠકોર્પોરેટર અને શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા તથા રવજીભાઈ મકવાણાની ઉપસ્‍થિતિમાં વોર્ડ નં.૧૭ હરીભાઈ ઘવા માર્ગ, નવનીત હોલ ખાતે આવેલ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવાના કાર્યાલયમાં વોર્ડ નં.૧૭ની સૂચિત સોસાયટીઓ રાજલક્ષ્મી સોસાયટી, કિરણ સોસાયટી, ભોલેનાથ સોસાયટી, વિક્રાંતિ નગર સોસાયટી, ન્‍યુ સુભાષનગર, વિશ્વશાંતિનગર સોસાયટી, કામનાથ સોસાયટી સહીતના વિસ્‍તારો રેગ્‍યુલાઈઝ કરવા માટે ફોર્મ વિતરણ કરવામાં આવેલ હતું

 

(4:12 pm IST)