Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મવડીમાં શ્રી નીલકંઠ ચરિત્રામૃત કથાનો આજથી પ્રારંભ

પૂ.સદ્પુરાણી સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીની દશમી પુણ્યતિથિના પાવન વર્ષે ભાવવંદના પર્વે : શાસ્ત્રી શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી જ્ઞાનગંગાા વહાવશેઃ ફળકુટોત્સવ, ભાવવંદના પૂજન

રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં આજરોજ રાત્રીથી શ્રી નીલકંઠચરિત્રામૃત કથાનો શુભારંભ થઈ રહ્યો છે. કથાના મુખ્ય વકતા હશે. શાસ્ત્રી શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી.

વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પ.પૂ.સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તથા પ.પૂ.સદ્. પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીના દિવ્ય આશિષ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા- ખેડાના સંસ્થાપક પરમવિતરાગી પ.પૂ.સદ્ શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીની દશમી પુણ્યતિથિએ ભાવવંદના પર્વે પ.પૂ.સદ્. શાસ્ત્રજી સ્વામીજી ભકિતજીવનદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને પંચદિનાત્મક બાલ- યુવા પ્રેરક અને વૃધ્ધોને શાંતિ દેનારી ભગવાન શ્રી સ્વામિનારાયણની અતિપાવનકારી ''શ્રી નીલકંઠચરિત્રામૃત કથા''નું દિવ્ય આયોજન તા.૧૬ સોમવારથી તા.૨૦ શુક્રવાર સુધી રાત્રીના ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી શ્યામ પાર્ક-૩, કોમન પ્લોટ, બાપાસીતારામ ચોક પાસે, રાજકોટ ખાતે ઉજવવાનું નિધાર્યું છે.

આ દિવ્ય કથાનું રસપાન સંગીતના સથવારે સમધુર શૈલીમાં શા. શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી (ગુરુકુળ હરિયાળા) કરાવશે. આ દિવ્યકથા મહોત્સવ દરમ્યાન ફળકુટોત્સવ, ભાવવંદના પૂજન અને સંતોના દર્શન આશીર્વચનનો લાભ આપશે.

આ પ્રસંગે પ.પૂ.સદ્ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી- સરધાર, પ.પૂ.શા.શ્રી રાધારમણદાસજી સ્વામી- ભુપેન્દ્ર રોડ, પ.પૂ.શ્રી વિવેકસાગરદાસજી સ્વામી- બાલાજી હનુમાનપ.પૂ.શા.શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી- ખીરસરા આશ્રમ, પ.પૂ.શ્રી નીલકંઠપ્રિયદાસજી સ્વામી- મહાપૂજા ધામ, પ.પૂ.પુરાણી શ્રી નારાયણસેવાદાસજી સ્વામી- હરિયાળા, પ.પૂ. શા.શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી- રીબડા ગુરુકુલ, પ.પૂ.શા.શ્રી વ્રજવલ્લભદાસજી સ્વામી- વેરાવળ, પ.પૂ.શ્રી આત્મજીવનદાસજી સ્વામી- ભૂપેન્દ્ર રોડ, પ.પૂ.શ્રી માધવજીવનદાસજી સ્વામી- ખીરસરા મંદિર, પ.પૂ. શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી- બાબરીયા મંદિર ઉપસ્થિત રહેશે.

સભાનું સંચાલન પૂ.વિવેકસ્વરૂપદાસજી સ્વામી અને પૂ.ઋષિકેશદાસજી સ્વામી કરશે.

તસ્વીરમાં શાસ્ત્રી શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી, પૂ.વિવેકસ્વામી (મો.૯૨૨૭૬ ૦૦૭૯૨), હાર્દિક સોરઠીયા અને સુરેશભાઈ કુંભાણી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૩)

(4:05 pm IST)