Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પબજી રમવાની ટેવ ધરાવતા આનંદે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું : કારણ અકળ

ન્હાવા જવાનું કહીને ગયા બાદ યુવાને બાથરૂમમાં ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧૬ : રૈયા રોડ પરની દ્વારકેશ સોસાયટીમાં પબજી ગેમ રમવાની ટેવ ધરાવતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા યુનિવર્સિટી પોલીસે તેના આપઘાત પાછળનું રહસ્ય જીણવા તપાસ હાથ ધરી છ.ે

મળતી વિગત મુજબ રૈયા રોડ પરની દ્વારકેશ સોસાયટીમાં રહેતો આનંદ પ્રતાપભાઇ અગ્રાવત ઉ.૧૮ ગઇકાલે બપોરે ન્હાવા જવાનું કહી બાથરૂમમાં ગયા બાદ નવેરાની ખીલાસરી સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. લાંબો સમય વીતવા છતા યુવાન બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો ખખડાવતા તેણે દરવાજો ન ખોલતા દરવાજો તોડતા યુવાનને લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર દરમ્યાન મોત નિજયું હતું બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ ઇકબાલભાઇ તથા રાઇટલ સહીત સિંદુએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતક આનંદ બેભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને યાજ્ઞીક રોડ પર એક કપડાના શો-રૂમમા નોકરી કરતો હતો. આનંદને આપઘાત કરવો પડે તેવુ કોઇ પણ કારણ નહોતું પરંતુ તે પબજી રમવાની ટેવ ધરાવતો હતો અને સતત પબજી રમતો હતો તેકારણે તેણે પગલુ ભર્યાની શંકા તેના પરિવારજનોએ પોલીસ સમક્ષ વ્યકત કરી હતી આ અંગે યુવાનના આપઘાત પાછળનું ચોકકસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છ.ે

(4:03 pm IST)