Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મનપા દ્વારા રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસની ઉજવણી : જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

રાજકોટ :દ ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્‍સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયની ભલામણ સાથે ૧૬ મી મેના રોજ ‘રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.‘ચાલો સૌ સાથે મળીએ :ડેન્‍ગ્‍યુ અટકાવી શકાય છે.'  ડેન્‍ગ્‍યુ એ વાયરસથી થતો રોગ છે. ડેન્‍ગ્‍યુ રોગનો ફેલાવો એડીસ મચ્‍છરના કરડવાથી થાય છે. આ એડીસ મચ્‍છર કાળા કલરનો સફેદ ટપકાવાળો હોય છે. આ મચ્‍છર ડેન્‍ગ્‍યુના દર્દીને કરડી ચેપી બની એક અઠવાડીયા પછી આ ચેપી મચ્‍છર સ્‍વસ્‍થ માણસને કરડી ચેપ ફેલાવે છે.જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા૧૬મી મેના રોજ ‘રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ'નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટના શહેરી જનોને ડેન્‍ગ્‍યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્‍છર ઉત્‍૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ, સ્‍કુલોમાં જાહેર પ્રદર્શન સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે

(4:02 pm IST)