Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ બાદ હવે સીધી અસર રાજકોટના ૩ લાખ ગરીબ કાર્ડ હોલ્‍ડરો ઉપરઃ અપાતા ઘઉંનો પુરવઠો કપાયો

ઘઉં ઘટાડી ચોખા વધારી દીધા!! : પહેલા NFSA-ગરીબ-અંત્‍યોદય કાર્ડ હોલ્‍ડરોને વિનામૂલ્‍યે ૧પ થી ૧૬ કિલો ઘઉં મળતા તે હવે માત્ર ૪ થી પ કિલો મળશે. : ઘઉં કાપી નાંખી ચોખા વધારી દીધાઃ ચોખા હવે ૧પ થી ૧૬ કિલો મળશેઃ લાખો કાર્ડ હોલ્‍ડર પરીવારોમાં દેકારોઃ દુકાનદારોની પણ ગાંધીનગર સુધી રજુઆત

રાજકોટ તા. ૧૬: જિલ્લા પુરવઠા અધિકારીની યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના હેઠળ રાજયના ‘‘રાષ્‍ટ્રીય અન્‍ન સુરક્ષા કાયદા'' હેઠળના રેશનકાર્ડ ધારકોની જનસંખ્‍યાને મે ર૦રર મહિનામાં વ્‍યકિત દીઠ પ કિ.ગ્રા. વધારાના અનાજ જથ્‍થાનું આજથી તારીખ ૩૧ મે ર૦રર દરમ્‍યાન ‘‘વિનામુલ્‍યે વિતરણ'' કરવામાં આવનાર છે. જેમાં અંત્‍યોદય કાર્ડ હોલ્‍ડરોને વ્‍યકિતદિઠ ૧ કિલો ઘઉં વિનામુલ્‍યે તો BPL-NFSA કાર્ડ હોલ્‍ડરોને વ્‍યકિતદીઠ ૪ કિલો ચોખા વિનામુલ્‍યે મળશે.

દરમિયાન અત્રે એ ઉમેરવું જરૂરી કે આ વખતથી પુરવઠા તંત્રે NFSA-ગરીબ-કાર્ડ હોલ્‍ડરોને મળતા વિનામુલ્‍યે ઘઉંમાં જબરો કાપ મૂકી દીધો છે, પહેલા ૧પ કિલો અપાતા તે હવે માત્ર ૪ થી પ કિલો મળશે, તેની સામે ચોખા વધારી દીધા છે, ચોખા હવે ૧પ થી ૧૬ કિલો મળશે, પુરવઠાના આ નિર્ણયથી NFSA  ના કુલ ૩ લાખ જેવા કાર્ડ હોલ્‍ડરોના ૧૪ લાખ લોકોને વિના મૂલ્‍યે મળતા ઘઉંમાં કાપ મુકાતા સીધી અસર થશે, ભારે દેકારો બોલી ગયો છે, આ બાબતે ગાંધીનગર સુધી રજુઆતો થઇ રહી છે, દુકાનદારો દ્વારા પણ આ બાબતે પુરવઠાના ઉચ્‍ચ અધિકારીઓનું ધ્‍યાન દોરાયું છે.

અટકાયતના સમયનો ઉપયોગઃ પોલીસ મથકમાં જ બેઠક
રાજકોટઃ જિલ્લા કોîગ્રેસના  આશ્ચર્યયજનક કાર્યક્રમ વખતે પોલીસે કોîગ્રેસીઓની અટકાયત કરેલ. તેમને પોલીસ હેડ કવાર્ટર ખાતે લઇ જવામાં આવેલ. અટકાયતીઓને છોડવાની કાયદાકીય પ્રક્રિયા ચાલતી હતી તે વખતે કોંગી આગેવાનોઍ સમય અને સ્થળનો ઉપયોગ કરી સ્થળ પર અવિધિસરની બેઠક યોજી લીધી હતી. કાર્યકરોને શહેનાઝ બાબી, લલિત કગથરા વગેરેઍ માર્ગદર્શન આપેલ તેમ અર્જુન ખાટરિયાઍ જણાવ્યું હતું. 

(3:55 pm IST)