Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પ્રેમલગ્ન બાબતે ખાર રાખી અપહરણ કરી ગુનાહિત કાવત્રુ ઘડવાના કેસમાં પકડાયેલ આરોપીને ૩ વર્ષની સજા

રાજકોટ તા.૧૬: અપહરણ તથા ગુનાહિત કાવતરુ માની ત્રણ-ત્રણ વર્ષની અદાલતે સજાનો હુકમ કર્યો હતો.
આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી-જયોત્‍સનાબેન રામનારાયણ  ગીરી ગોસાઇના પુત્ર આશિષ રામનારાયણગીરી ગોસાઇએ વાંકીયા ગામના જીવરાજભાઇ ગોરધનભાઇ ગડારાની પુત્રી રોનક જીવરાજભાઇ ગડારા સાથે પ્રેમલગ્ન કરેલ હોય જેથી એ બાબતનો ખાર રાખી આરોપીઓ નં.(૧) મેહુલ ઘનશ્‍યામભાઇ સિંધવ રહે. રાજકોટ (ર) કિરીટભાઇ જીવાભાઇ ડાભી, રહે. રાજકોટ (૩) મનીષભાઇ છગનભાઇ ગડારા, રહે. મું.વાંકીયા, જી. જામનગર (૪) કિશોરભાઇ ગોરધનભાઇ ગડારા રહે. મું. વાંકીયા, જી.જામનગર (પ) વિપુલ નારણભાઇ ગડારા, રહે. મું. વાંકીયા જી. જામનગર વાળાઓએ એકસંપ કરી ગુનાહિત કાવતરૂ રચી આ કામના ફરીયાદીના મોટા પુત્ર સંજયગીરી રામનારાયણગીરી ગોસાઇનું ફોર વ્‍હીલ ગાડીમાં અપહરણ કરી અજ્ઞાત સ્‍થળે ગોંધી રાખી ગાળો આપી આશીષ તથા રોનક બાબતે પુછી ઢીકા-પાટુનો માર મારી અને ફરીયાદીના દિકરા આશીષ મળશે તો જાનથી મારી નાખશું તેવી ફોન ઉપર ફરીયાદીને ધમકી આપેલ.
આ બાબતની ફરીયાદી દ્વારા માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપવામાં આવેલ. ફરીયાદ અનુસંધાને માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સપેકટર  કે.સી. વાઘેલા દ્વારા મોબાઇલ લોકેશન ટ્રેસ કરી બનાવવાળી જગ્‍યો જઇ આ કામા ભોગ બનનારને છોડાવી અને ઉપરોકત તમામ આરોપીઓની અટકાયત કરેલ અને આ ગુન્‍હાની તપાસના અંતે સમગ્ર પુરાવા એકત્રીત કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતાં સદરહું કેસ એમ.એસ. અમલાણી સાહેબની કોર્ટમાં ચાલેલ અને સમગ્ર પુરાવાનું મુલ્‍યાંકન કર્યા બાદ આ કામમાં સરકારી વકીલશ્રી ડી.પી.કનાડા તથા મદદનીશ ધારાશાષાી એ.કે. ગોસ્‍વામીની દલીલો તથા વડી અદાલતોના ચુકાદાઓ ધ્‍યાને લઇ ફરીયાદ પક્ષનો કેસ નિશંકપણે પુરવાર માની ભારતીય દંડ સહિતાની કલમ-૩૬૫ તથા ૧૨૦(બી)માની આ કામના તમામ આરોપીઓને શિક્ષાપાત્ર ગુન્‍હા અન્‍વયે ત્રણ-ત્રણ વર્ષની સખ્‍ત કેદની સજાનો હુકમ કરવામાં આવેલ તથા દરેક આરોપીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.
આ કામમાં સરકારી વકીલ ડી.પી. કનાડા તથા મદદનીશ તરીકે મુળ ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી શૈલેષગીરી કે. ગોસ્‍વામી, ગીરીશપુરી એન. ગોસ્‍વામી, જીનીયશકુમાર જે. સુવેરા જીતેન એ. ઠાકર જયપાલસિંહ એમ. જાડેજા તથા રચિત  એમ. અત્રી રોકાયેલ હતા.

 

(3:45 pm IST)