Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

શ્રી શ્રી રવિશંકરજીના જન્‍મદિવસે સત્‍સંગઃ સચિન લીમાયે અને કાવ્‍યા લીમાયેએ ભજનો પિરસ્‍યા

રાજકોટઃ શ્રી શ્રી રવિશંકરજીના જન્‍મદિવસ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્‍યો હતો.  કાલાવડ રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્‍વામી શ્રી બ્રહ્મતીર્થજી અને ઘનશ્‍યામ સ્‍વામીજી તેમજ આર્ટ ઓફ લિવિંગ, રાજકોટ ચેપ્‍ટરના એપેકસ સભ્‍ય દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મેયર શ્રી પ્રદીપ ડવ પણ હાજર રહયા હતા. શ્રી સચિન લીમાયે અને તેમના દીકરી કાવ્‍યા લીમાયેએ સંગીત પિરસી વાતાવરણ ભકિતમય બનાવી દીધુ હતું.

આ સાથે શ્રી શ્રી રવિશંકરજીના વિશ્વશાંતી માટે કરવામાં આવેલા અભિયાન # STAND FOR PEACE સાથે જોડાવાનો સંકલ્‍પ પણ કર્યો હતો.   ઋષિ નિત્‍યપ્રજ્ઞાજીના અવાજમાં ગુરૂપૂજા કરવામાં આવી હતી. આ સત્‍સંગમાં ઋષિ નિત્‍યપ્રજ્ઞાજીના મનપસંદ ભજનો અને હિન્‍દી ગીતો પણ યાદ કર્યા હતા.

(3:41 pm IST)