Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સ્‍કુલોને બોગસ જોડાણ આપવાના કૌભાંડમાં દિલ્‍હીની તનુજા સીંગ સહીત ૩ ની ધરપકડ

ખાંભામાં કોઇ પણ માન્‍યતા વગર સ્‍કુલ ચલાવતો કેતન જોશી ૭ દિવસના રિમાન્‍ડ પર : તનુજા સીંગની ઓફીસેથી ૪ થેલા ભરી રેકોર્ડ કબ્‍જે : અસંખ્‍ય વિદ્યાર્થીઓના ભાવી અંધકારમય બનાવી નાખનાર શિક્ષણ કૌભાંડની આગળ ધપતી તપાસ

રાજકોટ, તા.,૧૬: રાજકોટના નાના મવા રોડ ઉપર પીજીવીસીએલ ઓફીસ પાસે માધવ કોમ્‍પલેક્ષના ત્રીજા માળે એસઇઆઇટી એજયુકેશનના નામે ઓફીસ ચલાવતા જયંતીલાલ લાલજીભાઇ સુદાણીસરકારની  કોઇ પણ પ્રકારની વગરના કોર્ષ ચલાવી કોઇ પણ પ્રકારની તાલીમ આપ્‍યા વગર ૧પ હજાર વસુલી સર્ટીફીકેટ આપતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્‍ચે તેની ધરપકડ કરી ઓફીસમાં ઝડતી લીધી હતી. આ દરમિયાન બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજયુકેશન દિલ્‍હી કે જે કોઇ પણ પ્રકારની સરકારી શિક્ષા વિભાગની કે માન્‍ય શૈક્ષણીક બોર્ડની માન્‍યતા ધરાવતું ન હોવા છતા દેશભરમાં પ૭ સ્‍કુલોને બોગસ જોડાણ આપ્‍યા છે. આ બોગસ જોડાણ આપવા બદલ મોટો નાણાકીય ગપલો પણ કર્યો છે. આ બારામાં ક્રાઇમ બ્રાન્‍ચે જયંતી સુદાણી અને અન્‍ય ટ્રસ્‍ટીઓ કેતન જોશી, તનુજા શીંગ, જીતેન્‍દ્ર અમૃતલાલ પીઠડીયા અને પારસ અશોકભાઇ લાખાણી સામે ગુન્‍હો નોંધ્‍યો હતો. આ કૌભાંડમાં આજે દિલ્‍હીની તનુજાશીંગ મનોજકુમાર ચૌધરી (ઉ.વ.૪૮)  જામનગરના જીતેન્‍દ્ર અમૃતલાલ પીઠડીયા (ઉ.વ.૪૬) અને પારસ અશોકભાઇ લાખાણી (ઉ.વ.ર૯)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે તનુજા સીંગની દિલ્‍હી સ્‍થિત ઓફીસ ઉપરથી૪ થેલા ભરી સાહિત્‍ય કબ્‍જે કર્યુ છે. આ સાહિત્‍યમાં બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટો અને સ્‍કુલોને જોડાણ આપતુ સાહિત્‍ય સમાવિષ્‍ટ છે.
અત્‍યાર સુધીમાં આ ભાંડમાં જાણ્‍યે-અજાણ્‍યે કેટલા વિદ્યાર્થીઓ ભોગ બન્‍યા છે? તેનો તાળો પીઆઇ વાય.બી.જાડેજા અને જે.વી.ધોળાના નેજા તળે ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડી કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, જુદા-જુદા ટેકનીકલ ટ્રેડ અને ડીપ્‍લોમાં ડીગ્રી કોર્ષની તાલીમ આપ્‍યા વગર પૈસા વસુલી સર્ટીફીકેટ આપવા બદલ ધરપકડ પામેલા જયંતી લાલજીભાઇ સુદાણી હાલ રાજકોટ જેલમાં છે. તેનો પણ કબ્‍જો લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર ઇલેકટ્રોનીક ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી અને તેની સાથેના ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ પૈકી આજે ઝડપાયેલા તનુજા શીંગ સહીતના ૩ નો કૌભાંડમાં શું શું રોલ છે? તે અંગે તપાસ ચાલી રહેલ છે. કોઇ પણ સરકારી માન્‍યતા વગર ધો.૧ થી ૧રની સ્‍કુલોને બોગસ જોડાણ આપી અસંખ્‍ય વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બનાવી દેવાના આ કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચના સીનીયર પીઆઇ વાય.બી.જાડેજા દ્વારા ચાલી રહી છે.
તપાસ પુરી થયે વર્ષોથી ચાલતા આ કૌભાંડના સુત્રધાર અને તેના મળતીયા દ્વારા કેટલો આર્થીક લાભ ખાટવામાં આવ્‍યો તેનો તાળો મળવા સંભાવના છે.

 

(3:35 pm IST)