Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મિત્રની લેણી રકમ ચુકવવા આપેલ ચેક રિટર્નના કેસમાં જંગલેશ્‍વરમાં રહેતા મિત્રને એક વર્ષની સજાનો આદેશ

રાજકોટ તા. ૧૬: રાજકોટમાં જંગલેશ્‍વર વિસ્‍તારમાં રહેતા અનીશ સુમરાએ મિત્રતાના-રૂએ લીધેલ રૂા. ર,રપ,૦૦૦/-ની રકમ પરત ચુકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફરીયાદના કામે કેસ ચાલી જતા એક વર્ષની સજા તથા દંડનો હુકમ થયેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ નીલકંઠ પાર્કમાં રહેતા જયેન્‍દ્રભાઇ વલ્લભભાઇ જાવીયા કટલેરીની દુકાન ચલાવતા હતાં તથા આરોપી અનીશ ઉમરભાઇ સુમરા રહે. જંગલેશ્‍વર મેઇન રોડ કોર્નર, નુરાની ચોક, રાજકોટવાળો ફરયાદી જયેન્‍દ્રભાઇની દુકાને અવાર-નવાર બેસવા જતા હોય તે બન્‍ને વચ્‍ચે મિત્રતાના ગાઢ સંબંધો બંધાયેલ હતા. જેથી ફરીયાદી તથા આરોપી વચ્‍ચે મિત્રતાના નાતે આરોપીએ ફરીયાદી પાસેથી રૂા. ર,રપ,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચ્‍ચીસ હજાર પુરા) પોતાની અંગત જરૂરીયાત માટે લીધેલ હતા. જે રકમ પરત ચુકવવા આરોપી દ્વારા ફરીયાદીને પોતાની સહી કરેલો રૂા. ર,રપ,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચ્‍ચીસ હજાર પુરા)નો ચેક લખી આપેલ હતો અને જણાવેલ હતું કે સદર ચેક વટાવવા માટે બેંકમાં રજુ કરતા વટાવાઇ જશે અને ફરીયાદીને તેમની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત મળી જશે તેવું વચન અને વિશ્‍વાસ આપેલ હતા.
જેથી આરોપી દ્વારા ફરીયાદીને અપાયેલ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા માટે રજુ કરતા તે ચેક ‘ફન્‍ડ ઇનસફીસીયન્‍ટ'ના શેરા સાથે પરત કરેલ હતો. રૂા. ર,રપ,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચ્‍ચીસ હજાર પુરા) નો ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીને નોટીસ પાઠવી કાયદેસરની લેણી નીકળતી રકમની માંગણી કરતી નોટીસ પાઠવેલ હતી.
બંન્‍ને પક્ષોની દલીલો તેમજ રજુ થયેલ ચુકાદાઓ અદાલતને ધ્‍યાને લીધેલ હતા તેમજ નામ. અદાલત દ્વારા સમગ્ર કેસનું ન્‍યાયીક મુલ્‍યાંકન કરી અને સદર કેસનો ચુકાદો જાહેર કરેલ હતો અને જે ચુકાદામાં અદાલત દ્વારા આરોપીને તકક્ષીરવાન ઠરાવી એવું માનવામાં આવેલ હતું કે, ચેકમાં આરોપીની સહી છે જે તે કબૂલ કરે છે તેમજ કાયદેસરના લેણા પેટેનો ચેક બાઉન્‍સ થયાની હકીકત ફરીયાદપક્ષે નિઃશંકપણે પુરવાર કરે છે તેમજ તટસ્‍થ સાહેદ પણ ફરીયાદ પક્ષને સમર્થન આપતી જુબાની આપે છે. જેથી આરોપીએ ફરીયાદી પાસેથી રકમ ન લીધી હોવાનું ન માનવાને કોઇ કારણ નથી. જેથી આરોપીઓને ધી નેગોસીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી આરોપીને ૧ (એક) વર્ષની કેદની સજાનો હુકમ કરેલ હતો વધુમાં એવો પણ હુકમ કરવામાં આવેલ હતો કે જો આરોપીઓ ચેકની રકમ રૂા. ર,રપ,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચ્‍ચીસ હજાર પુરા) એક માસની અંદર ચૂકવી આપવી જો આરોપી સદરહું રકમ ન ચૂકવે તો વધુ ૧ (એક) માસની સજાનો હુકમ કરેલ હતો.
આ કામમાં ફરીયાદી વતી ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેશવ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વેષ્‍ણવ, ઇશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

 

(3:34 pm IST)