Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જૈન બોર્ડિગમાં પૂ. ધીરગુરૂદેવ પ્રેરિત નવ્‍ય સેવા ભવન અને હોલનું ભૂમિપૂજન સંપન્‍ન

રાજકોટ તા. ૧૬ :.. શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવન, માલવીયા ચોક ખાતે જૈન બોર્ડીંગના ગ્રાઉન્‍ડમાં ૧૧૦૦ વારની જગ્‍યામાં આકાર લેનારા ડો. ચમનલાલ જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇની સ્‍મૃતિમાં સેવા ભવન નામકરણનો શ્રી ચંદ્રવદનભાઇ દેસાઇએ અને ૬ હજાર સ્‍કેવર ફીટના વિશાળ મહાવીર હોલ નામકરણનો શ્રીમતી સુશીલાબેન ઇન્‍દુભાઇ બદાણીએ લાભ લીધેલ. દાતા પરિવારના હસ્‍તે ભૂમિભૂજન વિધિ સંપન્‍ન થયેલ.

નવનિર્મિત સેવા ભવનના નિશ્રાદાતા પૂ. શ્રી ધીરગુરૂદેવે નિદ્રાવિજેતા, એકાવતારી પૂ. ડુંગરગુરૂદેવની ર૦૧ મી પુણ્‍યતિથી નિમિતે ગુણાંજલિ અર્પણ કરતાં જણાવેલ કે, ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં જૈનોની સંખ્‍યા, ઉપાશ્રય, વૈયાવચ્‍ચ વગેરેમાં રાજકોટ મુખ્‍ય ક્ષેત્ર બની ગયું છે. ત્‍યારે સમાજ ઉપયોગી ભવન, હોલ અને અતિથિ હાઉસ એનકને સહાયક બની રહેશે.

મુકેશભાઇ કામદારે ગુરૂદેવના વીઝનને બિરદાવી દાતાઓને વિવિધ વિભાગમાં લાભ લેવા અનુરોધ કરેલ. શ્રી કામદાર ધર્માલય, ઇન્‍દ્રપ્રસ્‍થનગર, શ્રમજીવી, વૈશાલીનગર, રામકૃષ્‍ણનગર, મહાવીરનગર, સરિતા વિહાર, વગેરે સંઘો, દાતાઓ પ્રેરક દાતા શ્રેણીમાં તેમજ એક સદ્‌્‌ગૃહસ્‍થે અનુદાન જાહેર કરેલ. પ્રમુખ મહેન્‍દ્રભાઇ મહેતાએ સ્‍વાગત અને કમીટીએ દાતાઓનું સન્‍માન કરેલ.

ભૂમિપૂજન સમારોહ મધ્‍યે પ્રોજેકટની અનાવરણ વિધિ દાતા પરિવાર તથા આર્કિટેકટ સુરેશભાઇ અને રીખબભાઇ સંઘવીના હસ્‍તે કરાયા બાદ શ્રી ચંદ્રવદનભાઇ દેસાઇ અને ઇન્‍દુભાઇ બદાણીએ ચેક અર્પણ કરતાં સમિયાણો  ‘જૈન જયતિ શાસનમ્‌' ના નાદે ગુંજી ઉઠયો હતો.

શશીકાંત જી. બદાણી, જૈન બોર્ડીંગ અને સેવા ભવનનાં નિર્માણ કાર્યનો ટૂંક સમયમાં પ્રારંભ થશે. અતિથી હાઉસમાં એક ડીલક્ષ રૂમનો નકશો ૧૧ લાખ છે.  વધુ વિગત માટે વિમલ પારેખ (મો. ૯૮ર૪ર ૬૦૭૬૦) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)