Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કુંવરજીભાઈની આગેવાનીમાં કોળી સમાજનું સંમેલન મળશે

અજીતભાઈ પટેલના કાર્યક્રમમાં માત્ર ગણ્‍યાગાંઠયા લોકો હાજર રહયા, તેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ છે જ નહીં: સમાધાન ફોર્મ્‍યુલા ઠુકરાવી દીધી

રાજકોટઃ કોળી સમાજના સુરત ખાતે તાજેતરમાં યોજાએલ ગોલ્‍ડન જયુબીલીની ઉજવણીના કાર્યક્રમ બાબતે વિવાદ ચાલી રહયો છે. રાજકોટ સ્‍થિત કોળી સમાજના આગેવાનોએ જણાવ્‍યું છે કે આ સંમેલન સાવ નિષ્‍ફળ રહ્યું છે. અજીતભાઈ પટેલ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ છે જ નહિં. આગામી દિવસોમાં કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં ભવ્‍ય સંમેલન મળશે.
અખિલ ભારતીય કોળી સમાજના રાજકોટ સ્‍થિત આગેવાનોએ જણાવ્‍યું કે અખિલ ભારતીય કોળી સમાજના સંવિધાનના નિયમોને અવગણી બની બેઠેલ અધ્‍યક્ષ અજીતભાઈ પટેલને તા.૧૪ મે ૨૦૨૨ના સુરત ખાતેના ગોલ્‍ડન જયુબીલી ઉજવણીના કાર્યક્રમમાં સમાજે સ્‍થાન બતાવી દીધું. એક કેન્‍દ્રીય મંત્રી, બે રાજયમંત્રી, ચાર સમાજના ગુજરાતના ધારાસભ્‍યશ્રીઓ હાજર હોય અને ફકત ૪૦૦ થી ૫૦૦ લોકો જ કાર્યક્રમમાં હાજર રહે, કોળી સમાજના લોકોએ અજીતભાઈ પટેલનો બહીષ્‍કાર કરી દીધો છે.
અજીતભાઈને અગાઉ કયારનાય કાર્યકારી પ્રમુખ તરીકે અખિલ ભારતીય  કોળી સમાજમાંથી હટાવી ચુકયા છે. મહામહીમ રાષ્‍ટ્રપતિની ગુજરાત મુલાકાત વખતે સમાધાન ફોર્મ્‍યુલા ઠુકરાવી તા.૧૪/૪/૨૦૨૨ના રોજ અમદાવાદ ધર્મસ્‍થાનમાં સમાજના મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, પૂર્વ સાંસદો, સમાજ પ્રમુખો જેવા ૪૦ થી ૫૦ વરિષ્‍ઠ આગેવાનો અને ધર્મગુરૂની હાજરીમાં નકકી થયેલ સમાધાન ફોર્મ્‍યુલા (૧) ગોલ્‍ડન જયુબીલી વર્ષ કુંવરજીભાઈની અધ્‍યક્ષતામાં ઉજવવા મનાવવું (૨) ઉજવણી પુરી થયે કોર્ટ કેસ પરત ખેંચી બંન્‍નેએ હોદા પરથી રાજીનામુ આપવા અને (૩) એક માસમાં આખાયે દેશના સંગઠન સાથેના રાજયોની મતદાર યાદી તૈયાર કરી બન્‍નેની ઉપસ્‍થિતિમાં નવી ચૂંટણી કે સમાજ કહે તો પસંદગી કરવી આ હતી સમાધાન ફોર્મ્‍યુલા.
આ ફોર્મ્‍યુલાને અવગણી સાથે વિશ્વાસમાં લીધા વિના રાષ્‍ટ્રપતિજી વિદેશથી વર્ચુઅલ જોડાવવાના છે તેમ સમાજને ગુમરાહ કરી ૧૪મી મે ૨૦૨૨ના રોજ ૨૫ થી ૩૦ હજાર લોકોને એકઠા કરવાનું આયોજન કર્યું.
બંધારણની / સોસાયટીના નિયમો વિરૂધ્‍ધ બિનકાયદેસર ચાલતા સંગઠનમાં બની બેઠલ અધ્‍યક્ષ અજીતભાઈને દાખવી/ ધમકાવી કોર્ટમાં આખી મેટર પેન્‍ડીંગ છે ત્‍યારે કુંવરજીભાઈ બાવળીયાને અધ્‍યક્ષસ્‍થાનેથી હટાવવાનો/ દુર કરવાનો ઠકરાવ કરી કેટલાક લોકોને સમાજમાં સમાજકારણને બદલે રાજકારણ કરી પોતાનો રોટલો સેકવાનો ઈરાદો પાર પાડવા પ્રયત્‍ન કર્યો છે. સમાજ આવા લોકોને કયારેક માફ નહિં કરે જે સમાજમાં ખુલ્લા પડી ગયા.
જેણે કદી સમાજની વચ્‍ચે જઈ સમાજને વિશ્વાસ સંપાદન નથી કર્યો, સુખ- દુઃખના સાથે બની સમાજમાં ઉભા નથી રહ્યા તેવા લોકોને કુંવરજીભાઈ બાવળીયા વિશે ‘સમાજના કામ નથી કરતા' તેવી વાહિયાત વાતો કરવાનો કોઈ અધિકાર નથી. ચોટીલા જેવા બે- બે લાખ કોળી સમાજના સંમલેન કુંવરજીભાઈ બાવળીયા કરી શકે અને આગામી દિવસોમાં કરશે.
તસ્‍વીરમાં જીલ્લા પ્રમુખ પરસોતમભાઈ એન. ભરાડીયા (મો.૯૬૬૨૧ ૯૮૪૮૩), મહેશભાઈ જી. રાજપરા (શહેર યુવા પ્રમુખ) (મો.૯૯૧૩૬ ૨૯૭૫૩), મનસુખભાઈ બી. ગોવાણી (રાજકોટ પ્રભારી), રમેશભાઈ પરમાર (પ્રદેશ મંત્રી), સર્વેસભ્‍યો બાદુરભાઈ સરસણીયા, રાયધનભાઈ પરમાર, શૈલેષભાઈ ચોહાણ, કલ્‍પેશભાઈ સાકરીયા (શહેર મંત્રી) નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:31 pm IST)