Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ત્રણ મકાનમાં પોલીસના દરોડામાં દારૂની ૭૯ બોટલ કબ્‍જેઃ એક શખ્‍સ પકડાયો

ભકિતનગર, થોરાળા, આજીડેમ પોલીસે એકની ધરપકડ કરી બેની શોધખોળ આદરી

રાજકોટ તા. ૧૬ : શહેરના અલગ-અલગ ત્રણ વિસ્‍તારમાં પોલીસે મકાનમાં દરોડા પાડી દારૂની ૭૯ બોટલ દારૂ કબ્‍જે કરી એકને પકડી લઇ બે બુટલેટરની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર ગાયત્રીનગરમાં એક મકાનમાં દારૂનો જથ્‍થો પડયો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. દિલીપભાઇ બોરીચા, કોન્‍સ વિશાલભાઇ દવે, મનીષભાઇ ચાવડા તથા પુષ્‍પરાજસિંહ ગોહીલને બાતમી મળતા ગાયત્રીનગર શેરી નં. ૪/૧૦ ના ખુણા પાસે આવેલા મકાનમાં દરોડો પાડી  રૂા.રપ,૧૦૦ની કિંમતની દારૂની ૧૬ બોટલ કબ્‍જે કરી મકાન માલીક યજ્ઞેશ જયેશભાઇ રાઠોડને પકડી લઇ કાર્યવાહી કરી છ.ે

આ કામગીરી પી.આઇ.એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એચ. એન.રાયજાદા તથા હેડ કોન્‍સ દેવશીભાઇ, દિલીપભાઇ, મનીષભાઇ, વિશાલભાઇ, પુષ્‍પરાજસિંહ, તથા હિરલબેન દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડોમાં થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એસ.ગઢવી તથા કોન્‍સ. વિક્રમભાઇ લોખીલ સહિતના સ્‍ટાફે બાતમીના આધારે આંબેડકર નગર શેરી નં. ૧૩માં મકાનમાં દરોડો પાડી રૂા.૧૮૦૦૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ કબ્‍જે કરી હતી જયારે તુષાર ઉર્ફે ચીનો મનુભાઇ પરમારની શોધખોળ હાથ ધરી છ.ે

જયાર ત્રીજા દરોડોમાં આજીડેમ પોલીસ મથકના કોન્‍સ પ્રદિપસિંહ કૃણાલસિંહ તથા જગદીશસિંહને મળેલી બાતમીના આધારે ગુલાબનગર સરકારી શાળા પાસે મકાનમાં દરોડો પાડી રૂા.૧૩,પ૦૦ ની કિંમતની દારૂની ર૭ બોટલ કબ્‍જે કરી હતી જયારે રવીન્‍દ્ર ઉર્ફે મુન્નો રાજુભાઇ રાજપુતની શોધખોળ આદરી છે.

રૈયા ગામ પાસેથી ચાર બોટલ સાથે એક પકડાયો

રૈયા ગામના બસ સ્‍ટેશન પાસે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ ભગીરથસિંહ ખેર તથા જેન્‍તીગીરી ગોસ્‍વામીને મળેલી બાતમીના આધારે જીજે-૩ જેઇ-૬૧૬પ નંબરના બાઇક પર નીકળેલા વૈભવ ઉર્ફે વીપલો નરેશભાઇ પરમાર (રહે. રૈયાગામ)ને રૂા.૧૪૦૦ ની કિંમતની દારૂની ચાર બોટલ સાથે પકડી લીધો હતો.

(3:33 pm IST)