Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વિવેકાનંદ યુથ કલબ દ્વારા મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્‍યાપકોનું સન્‍માન

 સેવા સંસ્‍થા વિવેકાનંદ યુથ કલબ દ્વારા કોરોનાના કપરા સમયમાં માનવીય અભિગમ દાખવી હતાશામાં ધકેલાયેલા એકલાખથી વધુ લોકોને ટેલીફોનિક કાન્‍સેલીંગના માધ્‍યમથી સધિયારો પુરો પાડવાની ઉમદા સેવા આપનાર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્‍યાપકો અને છાત્રોનો સન્‍માન સમારોહ ભવનના કુલપતિ ડો. ગીરીશભાઇ ભીમાણીના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવ્‍યો હતો. જેમાં મનોવિજ્ઞાન ભવનના ડો. યોગેશ જોગસન, ડો. ધારાબેન દોશી, ડો. હસમુખ ચાવડા, ડો. ડિમ્‍પલબેન રામાણી, મીરાબેન જેપાર તેમજ છાત્રોના પ્રતિનિધિ તરીકે તૌફીક જાદવનું કુમકુમ તિલક, પુષ્‍પગુચ્‍છ શ્રીફળ અને સાકરનો પડો આપી સુતરની આંટી તેમજ ખેસ પહેરાવી વિવેકાનંદજીનો ફોટો અને પુસ્‍તકો આપી ગરીમાપૂર્ણ સન્‍માન કરાયુ હતુ. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગદેશા, દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી પ્રતાપભાઇ પટેલ, મોઢ વણિક સમાજના અગ્રણી કિરીટભાઇ પટેલ, ચેમ્‍બર ઓફ કોમર્સના ડાયરેકટર ગૌરાંગભાઇ ઠકકર, હિન્‍દી સમાજના અગ્રણી પી. ડી. અગરવાલજી, રઘુવંશી સમાજના અગ્રણી ઘનશ્‍યામભાઇ રાચ્‍છ, સીંધી સમાજના અગ્રણી હરીશભાઇ હરીયાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:27 pm IST)