Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

યુનિ. રોડ ઉપર ફાયરીંગ કરી થયેલ હત્‍યાની કોશિષના ગુનામાં તાળા બંધુઓ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ


રાજકોટ તા. ૧૬ :.. રાજકોટના યુનિ. રોડ ઉપર થયેલ ફાયરીંગ કરી ખૂન કરવાની કોશીષના ૩૦૭ના ગુન્‍હામાં પટેલ બંધુઓ રાજદીપ તાળા તથા અભિષેક તાળાની ફરીયાદ કવોસ કરી હાઇકોર્ટે રદ કરી હતી.
રાજકોટ-ગાંધીગ્રામમાં રહેતા હર્ષીતભાઇ રમેશભાઇ જાનીએ ગાંધીગ્રામ - ર, (યુનિ.) પોલીસ સ્‍ટેશનમાં રાજદીપ તાળા તથા અભિષેક તાળા વિરૂધ્‍ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલી હતી કે તેઓ તથા તેના મીત્ર કાલાવડ રોડ, ક્રિસ્‍ટલ મોલ પાસે ઉભા હોય તે ત્‍યારે રાજદીપ તાળા તેની કાળા કલરની ર્સ્‍કોપીયો ગાડી લઇને આવેલ અને તેને જણાવેલ કે તારે મારી સાથે શું મનઃદુખ છે તેવી બોલાચાલી કરેલી હતી ત્‍યારબાદ રાજદીપ તાળતાએ ફરીયાદીને યુનિ. રોડ ઉપર આવેલ નકલંક હોટલ ખાતે મળવા બોલાવેલ ત્‍યારે ફરીયાદી તેઓના મિત્ર ધમભા સાથે નકલંક હોટલ સાથે મળવા ગયેલ ત્‍યારે ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરતા જ રાજદીપ તાળા ફરીયાદીને ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા ત્‍યારે તેના ભાઇ અભિષેકએ ફરીયાદીનું ગળું દબાવી રાજદીપની કાળા કલરની ર્સ્‍કોપીયો ગાડીના બોનેટ પર સુવડાવી રાજદીપએ પોતાની કમર પર ટીગાડેલી પીસ્‍ટલમાંથી એક રાઉન્‍ડ ફાયરીંગ કરેલ પરંતુ ફરીયાદી સાઇડમાં ખસી જતા ગોળી જમીનમાં ઘુસી ગયેલ હતી. ત્‍યારબાદ બંને તાળા બંધુઓ ત્‍યાંથી જતા રહેલ હતાં. આ મતલબની ફરીયાદ નોંધાવેલી હતી. જેમાં યુનિ. પોલીસ સ્‍ટેશન દ્વારા આઇ. પી. સી. કલમ ૩૦૭, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪, જી. પી. એકટ ૧૩પ (૧) તથા આર્મ્‍સ એકટની કલમ રપ (૧) (બી) (એ) મુજબની ફોજદારી ફરીયાદ નોંધાવેલી હતી.
 ફરીયાદના અનુસંધાને અભિષેક તાળા તથા રાજદીપ તાળાએ ગુજરાત હાઇકોર્ટમાં કવોસીંગ પીટીશન દાખલ કરેલી હતી. જે પીટીશન અરજીમાં આરોપી તરફે એ મતલબની રજૂઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટું નામ આપવામાં આવેલ છે અને ખોટી રીતે ફરીયાદ આપીને આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે. તેમજ બનાવ જોતા આઇ. પી. સી. કલમ ૩૦૭ મુજબની ફરીયાદ બનતી નથી. પરંતુ રાજકીય લાગવગના જોરે સામાન્‍ય બનાવને ગંભીર સ્‍વરૂપ આપીને આઇ. પી. સી. કલમ ૩૦૭ જેવી ગંભીર કલમો લગાડીને ફરીયાદ આપવામાં આવેલ હોય તેમજ ફરીયાદીને કોઇપણ જાતની ઇજા થયેલ નથી. તેમજ આરોપીનો કોઇ ગુન્‍હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્‍ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઇ પુરાવો મળી આવતો નથી તેવી રજૂઆતો કરવામાં આવેલ હતી.
ઉપરોકત સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બચાવપક્ષની રજૂઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ અરજદાર અભિષેક તાળા તથા રાજદીપ તાળા ઉપર થયેલ ફરીયાદ કવોસ (રદ) કરવાનો હુકમ કરેલ હતો. આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.
આ કામમાં ગુજરાત હાઇકોર્ટના આશીષભાઇ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, એડવોકેટ તરીકે રોકાયેલ હતાં.

 

(3:30 pm IST)