Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજકોટ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે ભુપેન્દ્રભાઇનો સીધો સંવાદ

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં રાજકોટ જિલ્લા ભાજપના હોદેદારો-કાર્યકરો સાથે સંવાદ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જિલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, ધારાસભ્યો જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રવિણભાઇ માંકડીયા, બાવનજીભાઇ મેતલીયા, પૂર્વ સાંસદ હરીભાઇ પટેલ, સૌરાષ્ટ્ર મીડિયા પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ સહીત જિલ્લા અને તાલુકાના વિવિધ મંડળોના ભાજપ કાર્યકરમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ અને ભારત માતાની જય ના નાદ સાથે બેઠક શરૂ કરાઇ હતી.  મુખ્યમંત્રીશ્રીએ સીધો સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, ડો. દીપકભાઇ પીપળીયાએ કર્યુ હતુ. સમગ્ર બેઠકની વ્યવસ્થા જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી અલ્પેશભાઇ અગ્રાવત, કિશોર રાજપૂત, કનકસિંહ ઝાલા, વિનોદભાઇ દક્ષિણી, જયેશભાઇ પંડયા, યશભાઇ વાળા સહીતનાએ સંભાળી હતી. તેમ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ અને સહ ઇન્ચાર્જ કિશોરભાઇ ડોડીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:16 pm IST)