Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

શ્યામ ગ્રુપના સ્થાપના દિનની ઉજવણી

સ્વામીનારાયણ ચોકમાં શ્યામ ગ્રુપના સ્થાપના દિવસની જીવદયા, માનવસેવાના કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. બ્લડ કેમ્પ, પંખી માટે પાણી-ચણના કુંડાનું વિતરણ, છાસ વિતરણ સહીતના કાર્યો હાથ ધરાયા હાતા. આ પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, બી.જે.પી. યુવા મોરચા શહેર પ્રમુખ કિશોરભાઇ ટીલવા, બક્ષ શહેર પ્રમુખ લલીતભાઇ વાડોલીયા, મહામંત્રી રત્નાભાઇ રબારી, સ્વામીનારાયણ ચોક વેપારી એસો.ના પ્રમુખ બાલાભાઇ બોળીયા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણી, વોર્ડ પ્રમુખ કેતનભાઇ વસાણી, મહામંત્રી ભરત બોરીયા, શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઇ ટોળીયા, બડે બજરંગના પ્રમુખ કલ્પેશભાઇ ગમારા, બાલાજી ગ્રુપના મીતભાઇ ખખ્ખર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન લોકમેળા ફેઇમ તુલસીદાસ ગોંડલીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્યામ ગ્રુપના પ્રમુખ નારણભાઇ બોળીયાના માર્ગદર્શન હેઠળ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:14 pm IST)