Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કોસ્મો સીનેમા પાસે ગમખ્વાર અકસ્માતમાં નિવૃત પીઆઇના એકના એક પુત્ર મનીષના મોતથી આક્રંદ

આજે કાલાવડ રોડ પર રેસ્ટોરન્ટનું ઉદ્દઘાટન કરવાનું હતું : આવકાર સોસાયટીનો યુવાન શાકભાજી સહિતનો સામાન રેસ્ટોરન્ટે મુકી ઘરે જતી વખતે ફોર્ચ્યુનર કારે એકટીવાને ઠોકર મારી ૭૦ ફૂટ સુધી ઉલાળ્યો

રાજકોટ તા.૧૬: કાલાવડ રોડ પર કોસ્મો પ્લેસ સિનેમાની સામે ફોર્ચ્યુનર કારે એકટીવાને ઉલાળતા પીજીવીસીએલના નિવૃત્ત પીઆઇના એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આલાપ એન્કલેવની બાજુમાં આવેલો આવકાર સોસાયટીમાં રહેતા મનીષભાઇ ભુપતભાઇ તેરૈયા (ઉ.વ.૨૭) ગઇકાલે પોતાનું એકટીવા લઇને શાકભાજી સહિતનો સામાન લઇને કાલાવડ રોડ પર કોસ્મોપ્લેસ નજીક પોતાના રેસ્ટોરન્ટે ગયા હતા. સામાન મૂકી પરત પોતાના ધરે આવતા હતા ત્યારે  કોસ્મોપ્લેસ સીનેમાની સામે રોડ ક્રોસ કરતા સામેથી જીજે પસીએન-૧૦૦૪ નંબરની ફોર્મ્યુનર કાર ચાલકે પૂર ઝડપે આવી એકટીવાને ઉલાળતા મનીષભાઇ એકટીવા સાથે ૭૦ ફૂટ સુધી ફંગોળાઇ જતા તેને માથા ત્થા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ બનતા ફોર્મ્યુનર કારચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એન.મોરવાડીયા સહિતના  સ્ટાફે સ્થળ  પર પહોંચી મૃતક મનિષભાઇના પિતા પીજીવીસીએલના નિવૃત્ત પીઆઇ છે. તે ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. તેના દોઢ વર્ષ પહેલા જૂનાગઢ ખાતે લગ્ન થયા હતા. તેના માતા-પિતાની પણ ગઇકાલે મેરેજ એનેર્વસરી હતી. તેણે કાલાવડ રોડ પર કોસ્મોસિનેમા પાસે રેસ્ટોરેન્ટ શરૂ કર્યુ હોઇ, આજે તેનું ઉદ્દઘાટન કરવાનું હોઇ તેની તૈયારી કરતો હતો. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ છે.

(3:12 pm IST)