Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જિલ્લા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતોના કોમ્‍પ્‍યુટર ઓપરેટરોના ધરણા

વી.સી.ઇ.ને સરકારી કર્મચારી ગણી લાભ આપવા માંગણી

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક મંડળના સભ્‍યોએ ધરણા કરી ડી.ડી.ઓ.ને આવેદન આપેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)
રાજકોટ તા. ૧૬ : જિલ્લા ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક (ઓપરેટર) મંડળે વેતન સહિતના પ્રશ્નો અંગે આજે પંચાયત કચેરી ખાતે ધરણા કરી ડી.ડી.ઓ.ને આવેદન પાઠવ્‍યું હતું. રાજ્‍યના ૧૩૦૦ જેટલા વી.સી.ઇ.નું શોષણ થતું હોવાનો આક્રોશ વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.
વીસીઇની માંગણીઓમાં કમિશન પ્રથા બંધ કરીને ફિકસ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે. સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે. આરોગ્‍યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે. વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતું હોય દબાણમાં ના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્‍યુરીટી બાબતનો જીઆર કરવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે. કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે વગેરેનો સમાવેશ થાય છે.

 

(2:56 pm IST)