Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

શાપર-વેરાવળ પાસે અકસ્માતમાં ઘવાયેલા ચંદુભાઇ સેનવાનું મોત

રાજકોટ,તા. ૧૬: શાપર-વેરાવળ પાસે મહિના દિ' પૂર્વે બાઇક હડફેટે ઘવાયેલ પ્રૌઢનું સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત થયું હતું.  પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ કેપ્ટન ગેટ સામે ગત તા. ૯ એપ્રિલમાં રોજ બાઇક નં. જી-જે-૦૩ કે.એમ.૬૩૧૧ના ચાલકે પ્રૌઢ ચંદુભાઇ સેનવા રે.હાલ શાપર વેરાવળ મુળ ગામ અમૃતસરા તા. ઠાસરા જી.ખેડાને હડફેટે લેતા ગંભીર ઇજા થતા પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિક્રમભાઇ સેનવાની ફરિયાદ ઉપરથી શાપર-વેરાવળ પોલીસે બાઇક ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(11:53 am IST)