Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સરકારી તંત્રની મીઠી નજર હેઠળ પેટ્રોલ પંપો પર લુટાતી પ્રજાઃ કોંગી

રાજકોટ,તા. ૧૬ :જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયા અને એન.એસ.યુ.આઇ પ્રમુખ રોહીતસિંહ રાજપૂતે કલેકટરને લખેલા પત્રમાં આક્ષેપ કર્યા છે કે

કલેક્‍ટર તંત્ર અને પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ કેટલાક પેટ્રોલ પંપો પર જનતા લૂંટાઈ રહી છે. જિલ્લા કોંગ્રેસ પાવર પેટ્રોલ-ડીઝલના વેચાણના ટારગેટ પુરા કરવા અમૂક પંપ પર વધુ પોઇન્‍ટ ગોઠવી લિટરે ૫થી૭ રૂપિયા વધુ પ્રજાએ ના છૂટકે ચુકવવા પડે તે દુઃખદ છે.

પુરવઠા વિભાગ જે રીતે બાયો ડીઝલમાં રેડ પાડવામાં સક્રિય હતી તો હવે કેમ નહિ ..? દરરોજ રાજકોટની જનતા પાસે જંગી રૂપિયાની પમ્‍પ માલિકો અને કંપનીઓને ખટાવે છે.

કલેક્‍ટરશ્રી અને પુરવઠા વિભાગો રાજકોટ શહેર -જિલ્લાના કોઇપમ્‍પ પર સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હોય અને કાર્યવાહી કરી હોય એવું બતાવે ..? ધારાધોરણ મુજબ ફિલરમેનની લાયકાત- પમ્‍પ પર રાખવામાં આવતી સુવિધાઓ- સેફટી સહીત અનેક બાબતે લાલિયાવાડી છતાં તંત્ર મુકપ્રેક્ષક શા માટે ? અનેક પમ્‍પો પર ફયુલ મશીનમાં જ સેટિંગ કરી પ્રજા જોડે છેતરપિંડી કરવાની વ્‍યાપક ફરિયાદો મળે છતાં સાંભળનાર કોઈ નહિ ?

પ્રજા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ- ગેસના વધતા ભાવથી અતિ પીડાઈ રહી છે ઉપરથી તંત્રના પાપે જરૂરિયાત ચીજ-વસ્‍તુઓમાં વેંચાણ પર શા માટે લોલમલોલ ચલાવે ? અમુક CNG ગેસના પંપો પર પ્રેસર ઓછું રાખી લોકોને છેતરવાના ધંધા બંધ કરાવો.

કલેકટરતંત્રનું પુરવઠા વિભાગ ફિલ્‍ડ પર ઉતરી તાકીદે પંપો પર પ્રજાની પડતી સમસ્‍યાઓ અને ગેરકાયદેસર પ્રવૃર્તી બંધ નહિ કરાવે તો આગામી દિવસોમાં પુરવઠાવિભાગની કચેરી પર કોંગ્રેસ હલ્લાબોલ કરી જનતાનો અવાજ ઉપાડશે : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા અને NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે કલેકટરને પત્ર લખી જણાવ્‍યુ છે.

(10:43 am IST)