Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

બાપા સીતારામ સોસાયટીના કારખાનામાંથી દારૂની ૧ર૦ બોટલ સાથે કારખાનેદાર અભય પકડાયો

રાજકોટ : કાલાવડ રોડ પર બાપા સીતારામ સોસાયટીમાં આવેલા ઉમા બોટલીંગ નામના કારખાનામાં દારૂનો જથ્થો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ ગોપાલસિંહ જાડેજા, બલભદ્રસિંહ, ભુપેન્દ્રસિંહને બાતમી મળતા ઉભા બોટલીંગ નામના કારખાનામાં દરોડો પાડી રૂ. ૪૦,૮૦૦ ની કિંમતની દારૂની ૧ર૦ બોટલ સાથે મોટામવાના પાછળ સફલ ગોલ્ડ રેસીડેન્સી ફલેટ નં. સી. ર૦૩માં રહેતો અભય જમનાદાસ કનેરીયા (ઉ.વ.૪૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. જયારે હરપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા (રહે. વિષ્ણુ વિહાર સોસાયટી) ની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇજી ઍમ. કડીયાના માર્ગદર્શન હેઠળ પીઍસઆઇ બી.જી. ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. 

(2:38 pm IST)