Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 82 કેસ: કુલ આંક 39,541એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 82 કેસ નોંધાતા કુલ આંક 39,541એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 82 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 39,541 થયા છે.ગઈકાલે 445 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  37,471 થતા રિકવરી રેટ  94.96 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 10,93,819 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:52 pm IST)
  • ભાવનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળે શોર્ટસર્કિટના કારણે કોવિડ વોર્ડમાં આગની ઘટના : વેન્ટિલેટરમાં પણ આગ લાગતા 2 મહિલા દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા access_time 11:18 pm IST

  • હરિયાણાના હિસારમાં મુખ્ય પ્રધાન ખટ્ટરનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર આજે પોલીસે લાઠીચાર્જ કર્યા હતો. ખેડુતો ઉપર લાઠીચાર્જના વિરોધમાં ભારતીય કિસાન યુનિયને અનેક જગ્યાએ આંદોલન શરૂ કર્યું છે. આ સાથે રાકેશ ટીકૈત પણ હિસાર જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. access_time 5:33 pm IST

  • Lockdownનો ભંગ કરનાર ભાજપના ત્રણ ધારાસભ્યોની ધરપકડ: હવે મમતા દા કાઢે છે પશ્ચિમ બંગાળમાં lockdown નું ઉલ્લંઘન કરવા સબબ ભારતીય જનતા પક્ષના ત્રણ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે. access_time 7:02 pm IST