Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વોર્ડ નં. ૧૮ માં વંદેમાતરમ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

શહેરના વોર્ડ નં. ૧૮ ખાતે વંદે માતરમ ગ્રુપ અને એપલ બાઇટ રેસ્ટોરન્ટ એન્ડ કાફેના સહયોગથી સિવીલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ 'ચારણ સમાજની વાડી', સુખરામનગર-ર ખાતે યોજવામાં આવેલ હતો. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, ભાજપ મંત્રી વિક્રમભાઇ પુજારા, વોર્ડ પ્રભારી સંજયભાઇ ધવા, અગ્રણી શૈલેષભાઇ પરસાણા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઇ સરધારા, એસ.પી.જી.ના મહેન્દ્રભાઇ વાછાણી, નેરન્દ્રભાઇ વીરડીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા મનોજભાઇ પાલીયા, સુરેશભાઇ બોઘાણી, લતાબેન ગોરસીયા, ભારતીબેન પરસાણા, ગ્રુપના સદસ્યો હિતેશભાઇ ઢોલરીયા, દિનેશભાઇ લીંબાસીયા, શૈલેષભાઇ બુસા, સંદીપભાઇ ગાજીપરા, ગીરીશભાઇ લાંબા, સહદેવસિંહ જાડેજા, હેમંતભાઇ કપુરીયા, યુવરાજસિંહ જાડેજા, મનસુખભાઇ ટાંક, રસિકભાઇ કાકડીયા, જનકભાઇ ચાવડા, દિનેશભાઇ બોરીચા, પંકજભાઇ ઠુમ્મર, સુરેશભાઇ ઢોલરીયા, રમેશભાઇ જળુ, નરશીભાઇ સખીયા, મહેશભાઇ ગઢવી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:31 pm IST)