Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વોર્ડ નં. ૧૪ માં બંસીધર ગ્રુપ દ્વારા સફાઇ કામદારોનું સન્માન

શહેરના વોર્ડ નં. ૧૪ ના સેની. ઇન્સ્પેકટર ડી. કે. વાજા, સેની. સબ ઇન્સ્પે. અમીનભાઇ વાગડીયા, સુપરવાઇઝર સ્ટાફ પ્રવિણાબેન, બકુલભાઇ તેમજ વોર્ડના તમામ સફાઇ કામદારોનું કોવીડ-૧૯ ની મહામારી સામે જોખમ વહોરીને ફરજ બજાવવા બદલ ફુલહારથી સન્માન કરવાનો એક કાર્યક્રમ બંસીધર ગ્રુપ દ્વારા થયો હતો. લોકોને રોગચાળાથી બચાવવા શહેરને સ્વચ્છબનાવવાના આ કાર્ય બદલ ર કિલો અનાજનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું આયોજન સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને કરવામાં આવેલ. સમગ્ર સમન્માન સમારોહ માટે મુન્નાભાઇ બંસીધર, નિલેશભાઇ જલુ, પ્રવિણભાઇ મીસ્ત્રી, કાંતિભાઇ પટેલ, ડો. આશાબેન સોની, કાંતાબેન રામાણી, સુભાષભાઇ રાયચુરા તથા કેવડાવાડી-૧૪ ના રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.

(2:53 pm IST)