Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

લોકડાઉનમાં પ્રવાસો કેન્સલ થયા હોય ગ્રાહકો ક્રેડીટ નોટસના વ્યવહારમાં સહકાર આપે : ટ્રાવેલ્સ એસો.

સૌરાષ્ટ્ર વ્યાપી સંગઠનની મીટીંગમાં મહત્વની ચર્ચા : ક્રેડીટ નોટ એક માત્ર વિકલ્પ

રાજકોટ તા. ૧૬ :  એસોસીએશન ઓફ સૌરાષ્ટ્રની યાદીમાં જણાવાયુ છે કે ગ્રાહકોના પ્રવાસ સરળ બને તેવા હેતુથી ટ્રાવેલ એજન્ટસ દ્વારા એડવાન્સ પેમેન્ટ લઇ હોટલ, ટીકીટ-વાહન બુકીંગ કરી અપાય છે. પરંતુ હાલ લોકડાઉનના કારણે એરલાઇન્સ, રેલ્વે, હોટલ સહીતના મોટાભાગના બુકીંગ કેન્સલ થયા છે. જેથી ટ્રાવેલ એજન્સીને પણ અમુક ચોકકસ સમયની ક્રેડીટ નોટ મળી રહી છે.

આવી સ્થિતીમાં કોઇ ટ્રાવેલ એજન્ટસ ગ્રાહકોને કેશ સ્વરૂપે કે બેંક ટ્રાન્સફર દ્વારા નાણા પરત કરી રીફંડ આપી શકે તેમ નથી. જેથી કરીને ગ્રાહકોએ શાંતિ જાળવવા અને સહકાર આપવા વિનંતી કરાઇ છે.

ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્રના સભ્યોની એક મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં ક્રેડીટ નોટ સિવાય કોઇ રસ્તો ન હોવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આ વ્યવસ્થામાં ગ્રાહકોએ સહકાર આપવા એસો.ના પ્રમુખ જયેશભાઇ કેશરીયા, દીપકભાઇ રાઠોડ, કૌશિકભાઇ ટાંક, બાદલભાઇ લુણાગરીયા, બ્રિજેશભાઇ જોધપુરા, ઋષભભાઇ ગાંધી, ચિરાગભાઇ ધોરડાએ સંયુકત યાદીના માધ્યમથી અનુરોધ કરેલ છે.

(2:52 pm IST)