Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મોટા મવા ગ્રામ પંચાયત દ્વારા પીપીઇ કીટનું વિતરણ

કોરોના મહામારી સામે ઝઝુમતા આરોગ્ય કર્મીઓ, ટીપ્પરવાનના સફાઇ કામદારો અને અન્ય જોખમી જગ્યાએ કામ કરતા કર્મચારીઓને સુરક્ષા પ્રદાન થાય તેવા હેતુથી મોટામવા ગ્રામ પંચાયત દ્વારા પી.પી.ઇ. કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સરપંચ વિજયભાઇ કોરાટે અંગત રસ લઇ આ વિતરણ વ્યવસ્થા ગોઠવાવી હતી. સેનેટાઇઝર, માસ્ક, દવાનું વિતરણ તો અનેક ગ્રામ પંચાયતો કરતી હશે. પરંતુ પી.પી.ઇ. કીટ વિતરણમાં કદાચ મોટા મવા ગ્રામ પંચાયત પ્રથમ હોવાનું ગૌરવ લઇ જાય છે. પી.પી.ઇ. કીટ વિતરણ સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.

(2:49 pm IST)