Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કામ મીલ ગયા, અબ હમ વાપસ જાના નહી ચાહતે : પટણાના શ્રમિક કિશોરકુમાર

ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાયકિલંગના ૩૫૦ એકમો ધમધમતા : એસોસીએશન દ્વારા માસ્ક અને સેનેટાઇઝરનું વિનામૂલ્યે વિતરણ

રાજકોટ : રાજકોટ જિલ્લામાં ધોરાજી પ્લાસ્ટિકના રિસાયકિલંગ ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાય છે. પ્લાસ્ટિકના વેસ્ટ માંથી બેસ્ટ ચીજ વસ્તુઓ તેમજ પ્લાસ્ટીક રો મટીરીયલ બનાવતા અંદાજે ૩૫૦ એકમો ધોરાજીમાં આવેલા છે .જેમાં અંદાજે ૮થી ૧૦ હજાર લોકોને રોજગારી મળતી રહે છે. કોરોના લોક ડાઉન ને લીધે આ કારખાનાઓ બંધ હતા જેને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રએ રાજય સરકારની માર્ગદર્શિકા મુજબ  પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લઘુ ઉદ્યોગોના શરૂ કરવાની મંજૂરી આપતા ઉત્ત્।ર પ્રદેશ, બિહાર સહિતના બહારના રાજયના લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ સાથે સ્થાનિક શ્રમિકો સહિત કુલ દસ હજાર લોકોને રોજગારી મળતી થઇ છે.

રાજકોટ જિલ્લા કલેકટર  તેમજ ધોરાજી પ્રાંત અધિકારી સહિતના સંબંધિત જિલ્લા તંત્રના અધિકારીઓ  અને  ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કારખાનેદારના એસોસિએશનના પદાધિકારીઓ સાથે સંકલન અને મજૂરોને રાખવાની થતી તકેદારી જેવી કે સોશિયલ ડીસ્ટન્સ, સેનેટાઇઝેશનની સમજણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્યિત થતા આ કારખાનાઓ શરૂ થઈ ગયા છે.

ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાના બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માંગતા હતા.પરંતુ હવે જે મજૂરો ધોરાજીમાં છે તે તેમના વતન કામકાજ મળતા જવા માગતા નથી .બિહારના પટનાના કિશોર કુમાર નામના શ્રમિકે પ્રતિભાવ આપ્યો હતો કે અમને રોજીરોટી મળતા હવે કોઈ પ્રશ્ન નથી. હવે અમે વતન જવા નથી માંગતા નહીં .અહીં જ કામ કરીશું અને સરકારશ્રીના નિયમોનું પાલન કરીને કોરોના અંગે જરૂરી તકેદારી રાખીશું

એસોસિએશનના પ્રમુખ શ્રી દલસુખભાઈ વાગડિયા એ જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા યુનિટોમાં શ્રમિકો માટે વિનામૂલ્યે માસ્ક , સેનેટાઇઝેશન અને જરૂર મુજબના  થર્મોમીટર આપવામાં આવ્યા છે. ધોરાજીમાં આ પ્રકારની મંજૂરી જરૂરી તકેદારી રાખવાની બાબતો સાથે મળતા તેઓએ રાજય સરકાર ને જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો.

કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા વિવિધ આત્મનિર્ભર સહાયપેકેજ જાહેર કરવામાં આવ્યા છે. તેને પણ ધોરાજીના લઘુ ઉદ્યોગોએ આવકાર્યા છે.નાના વેપારીઓને હાલની પરિસ્થિતિમાં આ પ્રકારના પેકેજથી ફાયદો થશે અને તેમની પ્રગતિ આગળ વધશે તે અંગે આનંદની લાગણી પણ વ્યકત કરી હતી.

: સંકલન :

નરેશ મહેતા

માહિતી ખાતુ, રાજકોટ

(10:37 am IST)