Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

જાહેરમાં થુંકનારાઓને રપ૦ થી ૧૦૦૦ સુધીનો દંડ ફટકારવા મ્યુ.કમિશનર બંછાનિધિનું જાહેરનામુ

રાજકોટ તા. ૧૬ : જાહેરમાં થુંકનારાઓને દંડ માટે મ્યુ.કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે  જેમાં જણાવાયુ છે. આથીહું બંછાનિધી પાની (આઇએએસ) મ્યુનિસિપલ કમીશનર રાજકોટ મહાનગર પાલિકા જણાવું છે કે રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવા લાયક સ્થળો બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપૂર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે શહેરમાં વસતા તમામ નાગરીકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ દ્વારા પાન-માવા-ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થુંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

હાલમાં રાજકોટ શહેરમાં જુદા જુદા સ્થળોએ સી.સીટી.વી.કેમેરા રાખવામાં આવેલ છે.જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવે પછીથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇપણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થુંકનાર કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇપણ નાગરીક સી.સી.ટી.વી.કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલીકને તમના ઘરે પ્રથમ વખત રૂ.રપ૦ તથા બીજી વખત રૂ. પ૦૦ તથા બે વખતથી વધારે રૂ.૭પ૦નો ઇ-મેમો મોકલવામાં આવશે આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ-૭ (સાત) ની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવેતો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂ.૧૦૦૦ની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે.

આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ધી જી.પી.એમ.સી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(7:20 pm IST)