Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સુરસંસારનો સિલ્વર જયુબીલી વર્ષમાં પ્રવેશઃ આવતા સોમવારે જુના યાદગાર ગીતો ગુંજશે

વિવેક પાંડે, સલીમ મલ્લીક, રજની ધુરીયાજી, કુ.શિવાનીના સુર રેલાશે

રાજકોટઃ તા.૧૬, જુના ફિલ્મ ગીતોના ગુંજન માટે રાજકોટની એક અનોખી સંસ્થા -કલબ જે આજે ૨૪ અડીખમ વર્ષોથી જુના ફિલ્મી ગીતોનો દિપક પ્રજવલીત રાખ્યો દેદીપ્યમાન બનાવ્યો તેનો ૨૫માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

૨૫માં વર્ષનો પ્રથમ કાર્યક્રમ-સળંગ ૧૪૫મો કાર્યક્રમ તા.૨૦મેના સોમવારે શ્રી હેમુગઢવી નાટયગૃહ રાજકોટ ખાતે રજુ થશે. સરગમ કલબ સંચાલીત 

આ કાર્યક્રમમાં ચાર દિગ્ગજ કલાકારો શ્રોતોઓને રફી સાહેબ, મનન્નડે અને તલતજીના ગીતોના ગાયક શ્રી વિવેક પાંડે સાથે મુકેશજીના ગીતોના અદલ ગાયક શ્રી સલીમ મલ્લિક અને શમશાદજી નુરજહાંજી વિ.ના ગીતોની બેતાજ ગાયીકા સુરોની મહારાણી શ્રીમતી રજની ધુરીયાજી તથા  લતાજી આશાજીના ગીતોની ગાયીકા ૧૭ વર્ષીય અફલાતુન  અવાજ ધરાવતા ગાયિકા કુ. શિવાની મનોરંજક પ્રસ્તુતિ કરશે.

સંગીતવૃંદ વડોદરાના શ્રી મયુર પટેલ અને સાથીદારોનું રહેશે ઉદઘોષિકા તરીકે સુર-સંસારમાં પ્રથમવાર પરંતુ ઘણા અનુભવી શ્રીમતી રશ્મી માણેક કલાકારો અને શ્રોતાઓ વચ્ચેનો સેતુ બનશે.

શ્રોતાઓનું પ્રિય અને મુંબઇ-કોલકતા- ગુજરાતના કલાકારેની ખુબ પ્રશંસા પામતુ સુર સંસારનું કોરસ વૃંદ ગાયકો અને વાદકોને અનેરો સુર-સંગાથ આવશે.

આ અંગે વધુ માહિતી માટે ફોનનં.(૦૨૮૧) ૨૫૭૭૫૬૩ ઉપર સંપક કરવા જણાવાયું છે.

(4:06 pm IST)