Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

શેઈકની દુનિયામાં દેશ-વિદેશમાં ડંકો વગાડનાર 'સંતુષ્ટિ' હવે ફરી રાજકોટમાં : રવિવારે ગ્રાન્ડ ઓપનીંગ

સુનિલ ચેલાણીએ યાજ્ઞિક રોડ ઉપર 'સંતુષ્ટિ'ની પોતાની કારકિર્દીનો પાયો નાંખી બ્રાન્ડને વિશ્વ પ્રસિદ્ધ બનાવી : માત્ર ૨૫ સેકન્ડમાં એક શેઈક બની જશે : બે વર્ષમાં ગુજરાતમાં ૯૦ અને દેશભરમાં ૨૦૦ આઉટલેટ્સ ખુલશે : સ્વાદપ્રેમીઓને ૨૬થી વધુ વેરાયટીઓ પીરસાશે : પત્રકાર પરિષદ યોજાઈ

રાજકોટ, તા. ૧૬ :  અગિયાર વર્ષ પહેલા સુનિલભાઈએ જે ભૂમિ પરથી સંતુષ્ટિ થકી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, રાજકોટની સ્વાદ રસિક જનતાને અવનવા શેક પીરસી દુનિયામાં નામના મેળવી, તે જ સ્થળ એટલે કે ડો. યાજ્ઞિક રોડ પરની જાગનાથ પોલીસ ચોકીની સામે ફરી એક વાર આગામી તા. ૧૯ મી મે ને રવિવારના રોજ સંતુષ્ટિનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

આ અંગેની માહિતી આપવા આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે ઉચ્ચ ગુણવત્ત્।ા, પૈસાનું પૂરું વળતર અને વૈવિધ્યપૂર્ણતા માટે વખણાતી સૌની સંતુષ્ટિ આ વખતે માત્ર શેક જ નહિ પરંતુ રાજકોટની જનતાને ૨૬ થી વધુ અવનવી પ્રોડકટ્સ પીરસશે.

શ્રી સુનિલભાઈ ચેલાણીએ જણાવેલ કે, ગુજરાતમાં ૨૨ આઉટલેટ ધરાવતું સંતુષ્ટિ આગામી બે વર્ષમાં ગુજરાતમાં ૯૦થી વધુ અને ભારતભરમાં ૨૦૦ થી વધુ આઉટલેટ ખોલવા જઈ રહ્યું છે. તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે ભાવનગર ખાતે વાઘાવાડી વિસ્તારમાં સંતુષ્ટિના નવા આઉટલેટનો પ્રારંભ કરાયો. પ્રથમ દિવસે જ ૪ હજાર થી વધુ ભાવનગરના રહીશોએ સંતુષ્ટિની રેકોર્ડ બ્રેક મુલાકાત લઇ અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

સંતુષ્ટિનો ગુજરાતની બહાર ડેઝર્ટીનો - એ વેન્ચર ઓફ સંતુષ્ટિના નામથી મુંબઈ ખાતે પ્રારંભ થયો છે. મેકિંગ લાઈફ સ્વીટરના સૂત્ર સાથે ડેઝર્ટીનો ભારતભરમાં છવાય જશે. ડેઝર્ટીનો - મુંબઈ ખાતે પસંદ ન આવે, તો પૈસા પરતની ખુલ્લી ચેલેન્જ મૂકી હોવાનું જણાવેલ. આગામી દિવસોમાં ડેઝર્ટીનોના મુંબઈ ખાતે ૭૫, પૂણેમાં ૨૩, દિલ્હીમાં ૨૫, જયપુરમાં ૧૦, કોલકાતામાં ૧૨, બેંગ્લોરમાં ૧૮, હૈદરાબાદમાં ૨૩, લુધિયાણામાં ૧૮, ઇન્દોરમાં ૧૦ એમ સમગ્ર ભારતમાં કુલ મળીને ૨૦૦થી વધુ આઉટલેટ શરૂ કરવા જઈ રહ્યું છે. એટલું જ નહિ દુબઈ, અમેરિકામાં ન્યુ જર્સી, ઓસ્ટ્રેલીયામાં મેલબોર્ન અને કેનેડામાં કેલગરી જેવા અનેક સ્થળો ખાતે સંતુષ્ટિના ડેઝર્ટીનોના આંતરરાષ્ટ્રીય આઉટલેટ શરૂ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવેલ.

સુનીલભાઈની કોઠાસૂઝને કારણે ઇટલીની ૧૫૦ વર્ષ જૂની વિશ્ર પ્રસિદ્ઘ ડેરી ચેરી સાથે કોલાબરેશન કરનાર ભારત વર્ષની પ્રથમ કંપની બની છે. ચેરીની સાથે મળીને સંતુષ્ટિ એ ૧૦૦્રુ નેચરલ ગ્રીક યોગર્ટ પ્રોડકટ પાંચ અલગ-અલગ ફ્લેવરમાં લોન્ચ કરી છે, તમામ આઉટલેટમાં એક સમાન સ્વાદ જળવાઈ રહે તે માટે સંતુષ્ટિ અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીની મદદથી તમામ કોન્સનટ્રેટસ પોતાને ત્યાં જ બનાવતી ભારતની એક માત્ર કંપની છે. ઓટોમેટીક પ્લાન્ટ્સ, આધુનિક પદ્ઘતિ, ઈમ્પોર્ટેડ મશીન્સની મદદથી બરોડા ખાતે ૭૦ થી ૮૦ હજાર સ્કવેર ફૂટમાં ફેકટરી સ્થાપી સંતુષ્ટિ ગુજરાતમાં શરૂ થયેલી દેશની મોટામાં મોટી ડેરી પ્રોડકટ્સ કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે.

સંતુષ્ટિની તમામ ફ્રેન્ચાઇઝી-આઉટલેટમાં હવે માત્ર શેક જ નહિ પરંતુ વોફ્લ, આઈસક્રીમ, ફાલુદા, લસ્સી, યોગર્ટ, અવનવા દૂધના વ્યંજનો મળીને કુલ ૨૬ થી વધુ વેરાયટી પીરસવામાં આવતી હોવાનું જણાવાયુ હતું.

સ્ત્રી સશકિતકરણમાં પણ અગ્રેસર એવી સંતુષ્ટિ પોતાના નવા આઉટલેટ શરૂ કરવા માટે મહિલા એન્ટરપ્રેન્યોરને ખાસ્સું પ્રોત્સાહન પૂરું  પાડતુ હોવાનું જણાવેલ.

આ પત્રકાર પરિષદમાં સર્વશ્રી સુનિલભાઈ ચેલાણી (મો.૯૯૦૪૪ ૪૪૪૫૭), ભાવેશભાઈ ચેલાણી અને જીમ્મીભાઈ અડવાણી ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદનું સંચાલન રીઝલ્ટ એડવર્ટાઝીંગના ડિરેકટરશ્રી જીતુભાઇ કોઠારી અને વ્યવસ્થા રીઝલ્ટ એડવર્ટાઝીંગના ડિરેકટરશ્રી મેહુલભાઇ દામાણીએ સંભાળેલ હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)