Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આશ્રમના ૭૪ માં સ્થાપના દિવસની ઉજવણી

રાજકોટ : સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ દ્વારા સ્થાપિત આશ્રમનો ૭૪ માં વર્ષમાં પ્રવેશ થતા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. સવારે સદ્દગુરૂ સદ્દગન ટ્રસ્ટ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોકટર્સ સ્ટાફ તથા ગુરૂ ભાઇ બહેનો દ્વારા ગુરૂદેવની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહજી અને શ્રી મહારાણી કાદમ્બરીદેવી, ડો. અતુલ બદીયાણી, ડો. રમેશ સોલંકી, ડો. એસ. કે. સિંઘ, ડો. ગીરીશ કીલડીયા, ડો. હેતલ બખાઇ, ડો. અમરપ્રિતકોર, ડો. પાર્થ સતાણી, ડો. કલ્પેશ ખુંટ, ડો. ગઢવી, સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. આગામી વર્ષ ૨૦૧૯-૨૦૨૦ સુધીમાં ૭ર હજાર મોતીયાના ફ્રી ઓપરેશન કરવાના લક્ષ્યાંક સાથે ગુરૂદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા રાજયના ગ્રામીણ તથા શહેરી વિસ્તારના ગરીબ તથા જરૂરીયાતમંદ દર્દીઓ માટે વિનામુલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૫૨,૨૫૫ ફ્રી મોતીયાના ઓપરેશનો કરાયા. આશ્રમના સ્થાપના દિવસ નિમિતે સવારે સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ, શ્રી હનુમાન બાહુકના પાઠ, ૧૦૮ હનુમાનચાલીસાના પાઠ કરાયા હતા. સાંજે સદ્દગુરૂ આશ્રમને દીવડાની રોશનીથી ઝગમગતુ કરાયુ હતુ.

(4:00 pm IST)
  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • અમદાવાદના શાહીબાગમાં રખડતા ઢોરને લઇ પોલીસનું કડક વલણઃ પોલીસે ઢોરના માલીકોની ધરપકડ કરીઃ જાહેર રોડ ખુલ્લા ઢોર મુકવા બદલ નોંધાયો ગુનો access_time 3:21 pm IST