Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

શનિવારે વૈશાખી બુધ્ધ પુર્ણિમા મહોત્સવઃ શોભાયાત્રા

ગૌતમ બુધ્ધની પ્રતિમા સાથે હોસ્પિટલ ચોક ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભઃ વિવિધ જાહેરમાર્ગો ઉપર ફરી બુધ્ધ વિહાર ખાતે સમાપનઃ સન્માન સાથે ભજન ભોજનના કાર્યક્રમ

રાજકોટ,તા.૧૬: બૌધિસત્વ આંબેડકર બુધ્ધ વિહાર ટ્રસ્ટ- રાજકોટ તથા તમામ સામાજીક સંગઠનોના સહયોગથી વૈશાખી બુધ્ધપુર્ણીમાં મહોત્સવ- ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮ના શનિવારના રોજ મહાકારૂણી તથાગત ગૌતમ બુધ્ધની ૨૫૬૩ની જન્મ જયંતી મહોત્સવ નીમિતે શોભાયાત્રા તથા ધમ્મદેશના અને રાત્રે મહા પુરૂષોના ભજનના કાર્યક્રમો યોજાયા છે.

૧૮મીના શનિવારે સવારે ૯ વાગે શોભાયાત્રા સવારે ૯ કલાકે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં સિવીલ હોસ્પીટલ ચોકથી શરૂ થશે. ત્યાંથી જુબેલી ગાર્ડનમાં મહાત્મા જયોતિબા ફુલેની પ્રતિમાને ફુલહાર કરી ત્રીકોણ બાગ, ડો.યાજ્ઞિક રોડ થઈ અકિલા ચોક (જીલ્લા પંચાયત ચોક) ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા  તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી અશોક સ્થંભને પુષ્પવર્ષા કરી કિશનપરા ચોક અંડર બ્રીજ થઈને કોટેચા ચોક, કાલાવડ રોડ, કણકોટ પાટીયાથી બુધ્ધવિહાર ખાતે સંપન્ન થશે.

ત્યારબાદ ધમ્મદેશનાનો કાર્યક્રમ સાંજે ૬ કલાકે બુધ્ધ વિહાર (કાલાવડ રોડ, કણકોટનું પાટીયુ, મોટામવા) ખાતે થશે. સન્માન સમારોહ સાંજે ૭ કલાકે (બુધ્ધ વિહાર નિર્માણમાં સહયોગ આપનાર સમાજ શ્રેષ્ઠીઓનો સન્માનનો કાર્યક્રમ) રાત્રીના ૯ વાગે, મહાપુરૂષોના ભજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્ય કલાકાર ભીમ ભજનીક વિજયભાઈ ચૌહાણ તથા તેમના સાજીન્દા વૃન્દ જમાવટ કરશે. મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. વૈશાખી બુધ્ધ પુર્ણીમા મહોત્સવ નિમિતે નાના બાળકો રમત ગમત તથા મનોરંજન માટે રાઈડઝનો આનંદ માણશે.

વૈશાખી બુધ્ધ પુર્ણીમા મહોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહનભાઈ રાખૈયા (ટ્રસ્ટ પ્રમુખ,મો.૯૭૨૫૪ ૮૩૮૭૯), ડાયાભાઈ સેઠીયા (ટ્રસ્ટ મહામંત્રી, મો.૮૧૬૦૫ ૦૯૮૩૧), રવજીભાઈ પરમાર (ટ્રસ્ટ ખજાનચી), રમેશભાઈ મકવાણા, છગનભાઈ ચાવડા, ગૌતમ ચક્રવતી, વલ્લભભાઈ ડેંગડા (લીગલ એડવાઈઝર), જીતેન્દ્ર મહીડા (મો.૯૩૨૮૮ ૧૨૯૦૭), ડાહ્યાભાઈ ચાવડા, હર્ષદ સોલંકી, બોધીરાજ બૌધ્ધ, છગનભાઈ ચંદ્રપાલ, કમલેશ પારઘી, હેમન્ત પારઘી, ક્રિપાલ બૌધ્ધ, કાન્તીભાઈ બગડા, રમેશ મુંધવા, મનુભાઈ પરમાર, મનસુખભાઈ ચાવડા, નરેન્દ્ર રાઠોડ, હેતલ પરમાર, લક્ષ્મી સોલંકી, દિપકર સુમન, હરેશ મનદર્શક, સંકેત રાઠોડ, જેન્તીભાઈ સોલંકી, મુકેશ સારીખડા, જયેશ પરમાર, દુર્લભ ગોહેલ, નરેશ પરમાર, એડ.પ્રિયંકા રાખૈયા, મીલન બાબરીયા, અનિલ વિજુડા, ડો.એન.પી.પરમાર, પી.યુ.મકવાણા, જે.વી.મકવાણા, પ્રકાશ રાખોલીયા, અજય રાઠોડ, દિનેશ પડાયા, વિનોદ વાઘેલા, મોહનભાઈ મેરીયા, આનંદ ચાવડા, સી.ડી.ચાવડા, અનિત્ય બૌધ્ધ, રાજાભાઈ વાઘેલા, ગૌતમ ભારતી, હિતેષ રાઠોડ, પુનાભાઈ સોલંકી, વિનુભાઈ વણોલ, ખોડાભાઈ રાઠોડ, મોહનભાઈ રાઠોડ, ધનજીભાઈ ગોહેલ, મનોજભાઈ ચૌહાણ, કિરણભાઈ રાખસીયા, કમલેશ રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)