Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણ

 સામાજીક, સેવાકીય પ્રવૃત્તિ કરતા કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૪૭ વર્ષથી ઉનાળાની ઋતુમાં છાશ વિતરણ કેન્દ્ર ચલાવવામાં આવે છે. છેલ્લા ૨૩ વર્ષથી મનસુખલાલ જીવરાજભાઇ શાહ (ભાડલાવાળા) પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જરૂરીયાતમંદ પરિવારના લોકોને ઉનાળામાં પરિવાર દીઠ ર લીટર છાશ વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. કોઠારીયા નાકા ખાતે ચાલી રહેલ આ છાશ કેન્દ્રની પૂર્વ રાજય કક્ષાના ઉર્જા  અને પેટ્રોકેમીકલ મંત્રી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ ગીરનારા સોની જ્ઞાતિના પ્રમુખ ચમનભાઇ લોઢીયા, સમાજ અગ્રણી મુકેશભાઇ દોશી, મનસુખલાલ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલભાઇ શાહ, દિપકભાઇ, ગીરીશભાઇ પરસાણા વગેરેએ મુલાકાત લઇ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. આ છાસ કેન્દ્રનો દરરોજ ૨૫૦ જેટલા જરૂરતમંદ પરીવારો લાભ લઇ રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ મહેતા, કૌશિકભાઇ દેવ, નિરવભાઇ પારેખ, ભરતભાઇ ત્રિવેદી, યશવંતભાઇ પાટડીયા, નિલેશભાઇ વોરા, પરેશભાઇ ઝાલા, વિજયભાઇ ઝાલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:54 pm IST)