Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પરિણિતાને દુઃખ ત્રાસ આપવાના ગુનામાં સાસરીયાઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૬: પરિણીતાએ પતિ અને સાસરીયાઓ સામે કરેલ દુઃખ ત્રાસ અંગેની ફરીયાદમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી નીધિબેન નીશાંતભાઇ પંડયાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તા. ૧૯-૩-ર૦૧૪ના રોજ તેમના પતિ નિશાંત હર્ષદભાઇ પંડયા, સાસુ ભાવનાબેન હર્ષદભાઇ પંડયા, સસરા હર્ષદભાઇ કરશનભાઇ પંડયા, નણંદ પારૂલબેન હિમાંશુભાઇ જાની તથા નણંદોયા હિમાંશુભાઇ મનસુખભાઇ જાની ઉપર દુઃખ ત્રાસ અંગે અરજી કરતા આઇ.પી.સી.ની કલમ ૪૯૮(ક), ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબની ફોજદારી ફરીયાદ નોંધાવેલ હતી, ત્યારબાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની ધરપકડ કરી જામીન પર મુકત કરવામાં આવેલ અને ત્યારબાદ કેસની તપાસ કરી તપાસના અંતે રાજકોટની કોર્ટમાં આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કેસમાં ફરીયાદી નિધીબેન અને તેમના પિયર પક્ષના તમામ સભ્યોની નામદાર કોર્ટમાં જુબાની લેવામાં આવેલ અને મહિલા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદાર એમ. જી. જોષીની પણ જુબાની લેવામાં આવેલ, જે તમામ સાક્ષીઓની આરોપીઓના વકીલશ્રી દ્વારા ઉંડાણપુર્વક ઉલટ-તપાસ કરવામાં આવેલ. કેસના અંતે બન્ને પક્ષોના વકીલશ્રીઓ દ્વારા દલીલો કરવામાં આવેલ અને બચાવ પક્ષ તરફે આરોપીઓના બચાવના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ રાખવામાં આવેલા જે બચાવ પક્ષની તમામ દલીલો અને ચુકાદાઓને માન્ય રાખી આરોપીઓને તમામ આરોપોમાંથી રાજકોટના જજ શ્રી એમ. એસ. અમલાણીએ નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કરેલ છે.

આ મહત્વના ચુકાદામાં આરોપી તરફે વકીલ શ્રી પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા તથા સચીન એમ. તેરૈયા રોકાયેલ હતા.

(3:46 pm IST)